આ સરકારી ફર્ટિલાઇઝર કંપનીના CEO પર સરકારને ચૂનો લગાવવાનો આરોપ, CBIનો કેસ દાખલ

222

દેશની જાણીતી ફર્ટિલાઇઝર કંપની IFFCOના મેનેજિંગ ડિરેક્ટર અને CEO યૂએસ અવસ્થી અને ઈન્ડિયન પોટાશ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પરવિંદર સિંહ ગેહલોત પર CBIએ કેસ દાખલ કરી દીધો છે.તેમના પર ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.આરોપ છે કે બંને કંપનીઓના માલિકે સરકારની આંખોમાં ધૂળ નાંખીને સબસિડી ક્લેમમાં છેતરપિંડી કરી છે. સાથે જ તેના દ્વારા ખૂબ કમાણી કરી છે.

જેના હેઠળ CBIએ બુધવારે IFFCO અને ઈન્ડિયન પોટાશ કંપનીના માલિકોના દિલ્હી, મુંબઈ અને ગુડગાંવ સહિતના 12 ઠેકાણાઓ પર રેડ પાડી છે.તપાસ દરમિયાન અવસ્થીના ઘરેથી 8.80 લાખ રોકડ અને ગેહલોત અને તેના પરિવારના સભ્યોના નામે 5.76 કરોડની FD મળી છે.આ ઉપરાંત,ગેહલોતના ઘરેથી 14 અન્ય બેંક ખાતાઓ અને 19 પ્રોપર્ટીની ડિટેલ પણ મળી છે.આ મિલકતો મુંબઈ,હિમાચલ પ્રદેશ,દિલ્હી અને હરિયાણામાં છે.

આયાત અને સબસિડી ક્લેમમાં છેતરપિંડીનો આરોપ

CBIનો આરોપ છે કે, ફાર્મર્સ કોઓપરેટિવ IFFCO અને ઈન્ડિયન પોટાશ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરે ફર્ટિલાઇઝરના આયાત અને સબસિડી ક્લેમ કરીને છેતરપિંડી કરી છે.તેઓ વિદેશથી મોંઘા ભાવે ફર્ટિલાઇઝર આયાત કરતા હતા અને સરકાર પાસેથી તેના પર સબસિડી લેતા હતા.એટલું જ નહીં સપ્લાયર પાસેથી પણ પોતાનું કમીશન લેતા હતા. CBI પ્રવક્તા આરસી જોશીએ આ વિશે કહ્યું કે બંને જાણીતી કંપનીઓ સબસિડી ક્લેમ કરીને સરકારને છેતરી રહી હતી.સાથે જ કિશાન ઈન્ટરનેશનલ ટ્રેડિંગ FZE દ્વારા મોંઘા ભાવે ફર્ટિલાઇઝર આયાત કરી રહી હતી.કિસાન ઈન્ટરનેશનલ ટ્રેડિંગ FZE ઇફ્કોની સબસિડીયરી કંપની છે.

CBIએ IFFCO અને ઈન્ડિયન પોટાશ કંપનીના એમડી સહિટ કેટાલિસ્ટ બિઝનેસ એસોસિએટના પ્રમોટર અને અવસ્થીના દીકરા અમોલ અને કેટાલિસ્ટ બિઝનેસ સોલ્યૂસનના પ્રમોટર અનુપમ,પંકજ જૈન,સુશીલ કુમાર પચીસિયા અને IFFCOના અમુક ડાયરેક્ટર્સ સામે પણ કેસ દાખલ કર્યો છે.આ ફર્ટિલાઇઝર ખેડૂતોને વ્યાજબી ભાવે વેચવામાં આવે છે અને કંપનીઓ સરકાર પાસેથી સબસિડી લે છે.

Share Now