INSIDE STORY ! મોરબીની ફેક્ટરીમાં તૈયાર થયેલા 5000 નકલી રેમડેસિવિર ઈન્જેક્શન દેશભરમાં કેવી રીતે પહોંચ્યા ?

283

ઈન્દોર, તા.22 : સમગ્ર ભારતમાં કોરોના સંક્રમણ મોતનું તાંડવ મચાવી રહ્યો હતો ત્યારે અમુક લોકો એવા પણ હતા જે આ આપત્તિને અવસરમાં બનાવવાની ફિરાકમાં રખડી રહ્યા હતા.ઈન્દોરની વિજયનગર પોલીસે ગ્લુકોઝ અને મીઠું ભેળવીને નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવીને આખા દેશમાં વેચી નાખવાના મામલે ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.આ તમામ આરોપીઓ અત્યારે પોલીસ રિમાન્ડ હેઠલ છે અને તેમણે નકલી ઈન્જેક્શન બનાવવા અને વેચવાના આખા કાવતરાનો પર્દાફાશ કર્યો છે.

નકલી ઈન્જેક્શનની કહાની મોરબીમાંથી શરૂ થઈ હતી જ્યાં આવેલી એક ફેક્ટરીમાં ગ્લુકોઝ અને મીઠું મેળવીને અંદાજે 5000 નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવામાં આવ્યા હતા.આ 5000માંથી 700 ઈન્જેક્શન ઈન્દોર અને 500 જબલપુરમાં વેચાયા હતા.નકલી ઈન્જેક્શન બનાવીને વેચવાના કૌભાંડનો માસ્ટરમાઈન્ડ પુનિત શાહ અને કૌશલ વોરા છે.પુનિત શાહ ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝનો વેપાર કરે છે.કૌશલ વોરાએ તેને કોરોનાકાળમાં મેડિકલ લાઈનમાં કશુંક કરવાનો આઈડિયા આપ્યો હતો.અહીંથી જ નકલી રેમડેસિવિર તૈયાર કરીને તેને વેચવાની કહાની શરૂ થઈ હતી.

બન્નેના મગજમાં આવ્યું કે નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બનાવીને વેચવામાં આવે.આ માટે તેને અસલ ઈન્જેક્શનની જરૂર હતી.આ માટે બન્ને આરોપીઓએ નકલી કોરોના પોઝિટીવ રિપોર્ટ તૈયાર કર્યો અને તેના આધારે અસલી ઈન્જેક્શનનો જુગાડ કરી લીધો હતો.ત્યારબાદ મુંબઈમાં એક કંપનીને સૌથી પહેલાં 3000 ઈન્જેક્શનની શીશી બનાવવાનો ઓર્ડર આપ્યો.કંપનીએ 5000થી ઓછી શીશીનો ઓર્ડર લેવા ના પાડી તો આ બન્નેએ કંપનીની શરત માનીને 5000 બોટલ તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો હતો.આ બન્નેએ રેપર તૈયાર કર્યા અને હવે ઈન્જેક્શનને ખપાવી દેવાની વ્યવસ્થા કરવાની હતી.આ સમયે કહાનીમાં સુનિલ મિશ્રા અને કુલદીપની એન્ટ્રી થઈ હતી.

સુનિલ મિશ્રા પણ ડિસ્પોઝેબલનું કામ કરે છે અને આ કારણે તે પુનિત શાહના સંપર્કમાં હતો.તેને ખબર હતી કે મીઠું અને ગ્લુકોઝથી કોઈનોજીવ જતો નથી.પ્રારંભીક તબક્કે દર્દીને સામાન્ય રીતે ગ્લુકોઝ અને મીઠું જ આપવામાં આવે છે.આ લોકોએ ગ્લુકોઝ અને મીઠાથી રેમડેસિવિ ઈન્જેક્શનમાં જેવું હોય છે તેવું જ લિક્વિડ તૈયાર કર્યું હતું.આ લિક્વિડને શીશીમાં ભરીને પેક કરી નાખ્યું અને અલગ અલગ ખેપ મારી આખા ભારતમાં સપ્લાય શરૂ કરી દીધી હતી.

પોલીસે જ્યારે ઈન્દોરમાં વિજયનગર વિસ્તારમાંથી આરોપીઓને પકડ્યો અને નકલી ઈન્જેક્શન કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે ગુજરાત પોલીસે પણ ફેક્ટરી સામે કાર્યવાહી કરી હતી.પોલીસે આરોપીઓના સંપર્ક શોધીને ઈન્દોર સહિત અન્ય શહેરોમાંથી 6 લોકોની ધરપકડ કરી હતી.જેમણે સુનિલ મિશ્રા પાસેથી ઈન્જેક્શન ખરીદયા હતા પોલીસે તેમને પણ આરોપી ગશ્રયા છે.એસપી આશુતોષ બાગરીના જણાવ્યા મુજબ જે લોકોએ નકલી ઈન્જેક્શન તૈયાર કરવામાં મદદ કરી છે એ તમામને આરોપી બનાવાશે.
કોપીરાઈટ એક્ટ હેઠળ પણ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.પોલીસ ટૂંક સમયમાં રેમડેસિવિર ઈન્જેક્શન બનાવનારી કંપનીના પ્રતિનિધિઓને પણ સમગ્ર મામલાની જાણકારી આપશે જેથી તેના તરફથી પણ આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે.અત્યારે તમામ આરોપીઓ પાંચ દિવસ સુધી પોલીસ રિમાન્ડ પર છે.પોલીસને આ લોકો પાસેથી વધુ મોટા ખુલાસાની આશા છે.આ ઉપરાંત પોલીસ તેમના સ્થાનિક સંપર્કને શોધવાની સાથે સાથે ઈન્જેક્શનની સપ્લાય અને વેચાણમાં સામેલ લોકોને પણ શોધી રહી છે.

Share Now