બાળકોમાં કોરોનાનો ખતરો વધ્યો, કર્ણાટકમાં 9 વર્ષ સુધીના 40,000 બાળકો સંક્રમિત

256

નવી દિલ્હી : કોરોના વાયરસે દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે કોરોનાની બીજી લહેરમાં બાળકો ઉપર ખતરો વધી રહ્યો છે.પહેલી લહેરમાં વૃદ્ધો અને મોટા લોકોને શિકાર બનતા હતા.ત્યારે બીજી લહેરમાં બાળકો અને યુવાનો ઉપર ખતરો વધ્યો છે. ઝડપથી કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે.ત્યારે બીજી લહેરમાં બાળકો ઉપર વધારે જોખમ વર્તાઈ રહ્યું છે.કોરોનાના કહેરનો અંદાજો માત્ર એક જ વાતથી લગાવી શકાય છે કે, માત્ર એકલા કર્ણાટણ રાજ્યમાં જ ગત બે મહિનામમાં 9 વર્ષથી ઓછી ઉંમરનાં 40 હજારથી વધારે બાળકો કોરોના સંક્રમિત થયા છે.

એક રિપોર્ટ પ્રમાણે, કર્ણાટકમાં કોરોનાનાં વધતા કેસે સરકારની ઊંઘ ઉડાવી દીધી છે.કોરોનાના આંકડા પર નજર નાંખીએ તો, કર્ણાટકમાં 0થી 9 વર્ષની ઉંમરનાં 39,846 અને 10થી 19 વર્ષનાં 1,05,044 બાળકો કોવિડ પોઝિટિવ છે.કોરોનાનો આ આંકડો આ વર્ષની 18 માર્ચથી 18 મે સુધીનો છે.રિપોર્ટ પ્રમાણે,ગત વર્ષ જ્યારથી કોરોના મહામારીની શરૂઆત થઇ છે ત્યારથી લઇને આ વર્ષ 18 માર્ચ સુધી 17,841 અને 65,551 બાળકો કોવિડથી સંક્રમિત થયા છે.આ આંકડાઓ પ્રમાણે,ગત લહેરની તુલનામાં આ લહેર વધારે કહેર મચાવી રહી છે.

લેડી કર્ઝન હૉસ્પિટલના ડૉ. શ્રીનિવાસ કહે છે કે, કોરોનાની બીજી લહેર ઘણી ખતરનાક રીતે આગળ વધી રહી છે.આ વખતે કોરોનાથી કોઈ વ્યક્તિ કોરોનાથી વધારે સંક્રમિત થઈ રહી છે તો તેના બે દિવસની અંદર જ ઘરના અન્ય સદસ્યો પણ કોરોના સંક્રમિત થાય છે.આવા કેસમાં બાળકો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. ડૉ.શ્રીનિવાસ જણાવે છે કે, ઘરના કોઈ સદસ્ય કોરોનાથી સંક્રમિત થાય છે તો, સૌથી પહેલાં બાળકો તેની ચપેટમાં આવે છે.

બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખનારા ડૉક્ટર સુપરાજા ચંદ્રશેખરે કહ્યું કે, અમે જોયું છે કે, કોરોનાનો ચેપ બાળકોને એટલો પ્રભાવિત નથી કરતો કે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે.દસમાંથી ફક્ત એક બાળકને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે.બાકીના બાળકો સરળતાથી ઘરેથી અલગ રહીને સારવાર લઇ શકે છે.આ સમય દરમિયાન તેમને ઘરે યોગ્ય રીતે અને કડક કાળજી લેવાની જરૂર છે.તેમણે કહ્યું, બાળકોમાં કોરોનાનાં લક્ષણો દેખાય કે તરત જ, તેઓએ કેવિડ ટેસ્ટ કરાવવો જોઇએ

Share Now