મોટાભાગના નાના વેપારી GST રિટર્નમાં ઈચ્છે છે રાહત

209

નવીદિલ્હી, તા.24 : કોરોનાની બીજી લહેરને કારણે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન અને કર્ફયુ લાગુ હોવાથી મોટાભાગના કારોબાર બંધ પડ્યા છે.આ બધાની સૌથી વધુ અસર દેશના નાના કારોબારીઓ ઉપર પડી છે.આવામાં નાના કારોબારી જીએસટી રિટર્ન જમા કરાવવામાં થોડી રાહતની માંગ કરી રહ્યા છે.કારોબારીઓની આ સમસ્યાને લઈને લોકલ સર્કલે દેશના 122 જિલ્લામાં રહેતાં 2400 નાના કારોબારીઓનો મત મેળવ્યો હતો.આ સર્વેમાં સૂક્ષ્‍મ અને લઘુ ઉદ્યોગો (એમએસએમઈ), સ્ટાર્ટઅપ, નાના કારોબારી અને સર્વિસ પ્રોવાઈડર સામેલ થયા હતા.સર્વે બાદ 89 ટકા કારોબારી ઈચ્છી રહ્યા છે કે જીએસટી લેટ પેમેન્ટ પર લાગનારી પેનલ્ટી અને રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદાને 30 જૂન સુધી વધારી દેવામાં આવે.

11 ટકા કારોબારીઓએ કહ્યું કે માર્ચ જીએસટી પેમેન્ટમાં પેનલ્ટી રાહત અને રિટર્સની સમયસીમાને 30 જૂન સુધી વધારી દેવામાં આવે.આ ઉપરાંત 16 ટકા કારોબારી એ પક્ષમાં રહ્યા છે એપ્રિલ અને મેના જીએસટી પર નો-પેનલ્ટીને વધારવામાં આવે. 62 ટકા કારોબારી બન્ને વિકલ્પના પક્ષમાં રહ્યા હતા તો 8 ટકા કારોબારી એવા છે જે કોઈ પ્રકારની રાહત ઈચ્છી રહ્યા નથી.કુલ મળીને 73 ટકા નાના કારોબારી ઈચ્છે છે કે જીએસટીના પેમેન્ટ અને રિટર્ન ફાઈલિંગને લઈને કોઈ પ્રકારની પેનલ્ટી લગાવવામાં ન આવે. જ્યારે 78 ટકા કારોબારી ઈચ્છે છે કે એપ્રિલ અને મેના જીએસટી પેમેન્ટને લઈને કોઈ પ્રકારની પેનલ્ટી લગાવવામાં ન આવે.કુલ મળીને વાત કરીએ તો સર્વેમાં એક વાત સાફ થઈ ગઈ છે કે 89 ટકા નાના કારોબારી 30 જૂન સુધી પેનલ્ટીમાંથી રાહત ઈચ્છી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં નાના કારોબારીઓનું કામકાજ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.વેપારી જીએસટી રિટર્ન જમા કરવા અને કર ચૂકવણામાં રાહતની માંગ કરી રહ્યા છે.

Share Now