રામદેવની પતંજલિના રાયના તેલમાં ભેળસેળની ફરિયાદ પર ફેક્ટ્રી સીલ

248

એલોપેથી પર ટિપ્પણી કરવાના મામલામાં IMAના 1000 કરોડ રૂપિયાના માનહાનિના કેસ પછી રામદેવ હવે રાજસ્થાન સરકારના નિશાના પર આવી ગયા છે.રાજસ્થાન સરકાર દ્વારા ગુરુવારે રાતે રામદેવની પતંજલિ કંપનીના રાયના તેલમાં ભેળસેળની આશંકાને પગલે અલવર સ્થિત ખૈરથલ ફેક્ટ્રી સીલ કરી દેવામાં આવી છે.જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં થયેલી આ કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.

આ પહેલા રામદેવની કંપની પતંજલિના રાયના તેલ પર ખાદ્ય તેલ ઉદ્યોગ સંગઠન પણ આપત્તિ વ્યક્ત કરી ચૂક્યા છે.સંગઠનને કંપનીની એ જાહેરાત પર આપત્તિ હતી જેમાં દાવો કરવામાં આવ્યો કે રાયનાં તેલના અન્ય બ્રાન્ડોમાં ઘાણીના તેલની ભેળસેળ છે.જોકે, રાજસ્થાન સરકારે અલવર જિલ્લામાં આવેલી પતંજલિ ફેક્ટ્રીના રાયના તેલની પેકિંગ અને ભેળસેળ કરવાની સૂચના મળ્યા પછી પ્રશાસને સિંઘાનિયા આયલ મિલ પર છાપેમારી કરી ફેક્ટ્ર્રીને મોડી રાતે સીલ કરી દીધી હતી.

ફેક્ટ્રીમાં પતંજલિની ભારે માત્રામાં પેકિંગ સામગ્રી પ્રાપ્ત થઇ છે. પતંજલિના રાયના તેલમાં ભેળસેળ કરી તેને સપ્લાઇ કરવાના આરોપમાં જિલ્લા તંત્રએ સિંઘાનિયા આયલ મિલ પર છાપેમારી કરી.હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે.ફેક્ટ્રીમાં બાબા રામદેવની પતંજલિના પેકિંગ કરવાની પરવાનગી હોવાની વાત મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવી છે.આ ઉપરાંત અન્ય એક બ્રાન્ડ શ્રીશ્રી ઓયલ બ્રાન્ડના રેપર પણ મળી આવ્યા છે.

પ્રશાસન તરફથી ફેક્ટ્રી મેનેજમેન્ટને સામાનને અસ્ત વ્યસ્ત ન કરવા માટે કહેવામાં આવ્યું છે અને પતંજલિને તેલ સપ્લાઇ કરવા અને પેકિંગ કરવા, ફેક્ટ્રીનું લાયસન્સ અને પેકિંગ કરવાનાં લાયસન્સની સાથે અનુમતિ પત્ર સહિત અન્ય દસ્તાવેજોને દેખાડવા માટે કહેવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ખૈરથલની આ ફેક્ટ્રીમાંથી મોટા પ્રમાણમાં રાયનું તેલ બાબા રામદેવની કંપની પતંજલિને જાય છે.પતંજલિ આ તેલ પર પોતાનો ઠપ્પો લગાવીને બજારમાં વેચે છે.આ ફરિયાદના આધારે જિલ્લા કલેક્ટર નન્નૂ મલ પહાડિયાએ તરત કાર્યવાહી કરતા અલવરના SDM યોગેશ ડાગુરના નેતૃત્વમાં 3 સભ્યોની કમિટીનું ગઠન કર્યું.

SDM યોગેશ ડાગુરે જણાવ્યું કે જિલ્લા કલેક્ટરને ફેક્ટ્રીમાં પતંજલિનું પેકિંગ કરીને ભેળસેળયુક્ત રાયનું તેલ મોકલવાની ફરિયાદ મળી હતી.ત્યાર પછી મોડી રાતે ફેક્ટ્રીને સીલ કરી દેવામાં આવી.ટીમે વીડિયોગ્રાફી પણ કરાવી છે,ખાદ્ય નીરિક્ષકો દ્વારા સેમ્પલ લેવામાં આવ્યું છે.મામલાની તપાસ ચાલી રહી છે અને સેમ્પલની રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.

Share Now