મેહુલ ચોક્સીને લાવવા માટે ભારતે ડોમિનિકા મોકલ્યું જેટ, એન્ટિગુઆના PMની પુષ્ટિ

238

પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબી સ્કેમ કેસમાં 2 વર્ષથી ફરાર ચાલી રહેલા આરોપી મેહુલ ચોક્સીને પાછો બોલાવવા માટે ભારત સરકાર દ્વારા જેટ મોકલાયું હોવાના સમાચાર છે.એન્ટિગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રોનેએ એક ઇન્ટરવ્યૂમાં જેટ મોકલાયું હોવાની પુષ્ટી કરી છે.ચોક્સી અત્યારે કેરિબિયાઈ દેશ ડોમિનિકા રિપબ્લિકમાં છે.કહેવામાં આવી રહ્યું છે કે આ જેટમાં મેહુલ ચોક્સીથી જોડાયેલા તમામ દસ્તાવેજ પણ મોકલવામાં આવ્યા છે,જેથી ડોમિનિકાની કોર્ટમાં રાખવામાં આવી શકે.ભારત સરકાર આ દસ્તાવેજોથી એ સાબિત કરવા ઇચ્છે છે કે મેહુલ ચોક્સી ભાગેડું છે,જેથી તેને તરત ભારતને સોંપી દેવામાં આવે.મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં છે.

આ પહેલા એન્ટિગુઆના મીડિયાએ પણ ડોમિનિકામાં એક જેટ લેન્ડ કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો.કહેવામાં આવી રહ્યું છે કે ચાર્લ્સ ડગલસ એરપોર્ટ પર કતારની બોમ્બાર્ડિયર ગ્લોબલ 500 એરક્રાફ્ટે લેન્ડ કર્યું છે.આ જેટ અહીં આવ્યાથી એ વાતની અટકળો લગાવવામાં આવી રહી છે કે મેહુલ ચોક્સીને આમાં સીધો ભારત મોકલવામાં આવી શકે છે.આ દરમિયાન એન્ટીગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રોએ દાવો કર્યો છે કે, મેહુલ ચોક્સી અત્યારે પણ ભારતનો નાગરિક છે,તેથી ડોમિનિકાએ તેને સીધો ભારતના હવાલે કરી દેવો જોઇએ.

ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી કેસને લઇને એન્ટિગુઆની રાજનીતિ પણ ગરમાઈ છે.બે દિવસ પહેલા ત્યાંના પીએમે કહ્યું હતુ કે, ડોમિનિકાએ ચોક્સીને ભારત મોકલી દેવો જોઇએ અને તેને એન્ટીગુઆ તેમજ બર્મુડાના જવું જોઇએ.વિપક્ષે તેમના આ નિવેદનને બેજવાબદારીભર્યુ ગણાવ્યું હતું.

Share Now