કાયમી વિવાદોમાં રહેતી સાધ્વી પ્રાચી હવે આયુર્વેદ અને એલોપેથી વચ્ચેની લડાઇમાં બાબા રામેદવના સમર્થનમાં મેદાનમાં ઉતરી છે.એક વીડિયોના માધ્યમથી સાધ્વીએ IMA અને મધર ટેરેસા પર શાબ્દિક હુમલો કર્યો છે.પ્રાચીએ કહ્યું કે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્રારા 1928માં એક એનજીઓ બનાવવામાં આવ્યું હતું.સાધ્વીએ મધર ટેરેસા માટે કહ્યું કે- તે એક જાદુગરણી હતી જે સ્પર્શ કરીને લોકોને સાજા કરતી હતી,તેની પોતાની મોત હોસ્પિટલમાં થઇ હતી.
સાધ્વી પાછી આટલેથી અટકી નહી- તેણે કહ્યું કે સ્વામી રામદેવે કરોડો લોકોને સાજા કર્યા છે અને IMA વાળા કાન ખોલીને સાંભળી લે.ચૂલ્લૂ ભર પાણીમાં ડુબી મરો,શરમ કરો.તેણીએ કહ્યુ કે આયુર્વેદ પર કાદવ ઉછાળનારા સાંભળી લે કે સ્વામી રામદેવ રાષ્ટ્ર માટે ઘણું મોટું કામ કરી રહ્યા છે.કરોડો લોકોને સાજા કરી રહ્યા છે.
બાબા રામદેવના સમર્થનના નામે સાધ્વીએ કહ્યું કે ધર્માતરણનો ખેલ હિંદુસ્તાનમાં ચાલી રહ્યો છે.સરકારોએ આની પર કડક કાર્યવાહી કરવી જોઇએ.શસ્ત્ર ક્રિયા એટલે કે સર્જરી આપણા આયુર્વેદમાં પહેલાંથી જ છે.આ એના જેવું છે માટલાનું પાણી અને ફ્રીજનું પાણી.માટલાનું પાણી પીવાથી કોઇ બિમાર પડતું નથી.વિદેશી કંપનીના એજન્ટ ઇસાઇ મિશનરીના લોકો આયુર્વેદનો વિરોધ કરી રહ્યા છે.
સાધ્વીએ કહ્યું કે બાબા રામદેવ સામે બકવાસ કરનારા સામે કાર્યવાહી થવી જોઇએ. સરકાર આયુર્વેદને પ્રોત્સાહન આપે ને એનજીઓને ખતમ કરે.
યોગ ગુરુ બાબા રામદેવનો એલોપેથીનિ વિરુધ્ધમાં વાત કરતો એક વીડિયો વાયરલ થયો હતો જેને કારણે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને સખત વાંધો ઉઠાવ્યો હતો અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને રજૂઆત પણ કરી હતી.આરોગ્ય મંત્રીએ રામદેવને પત્ર લખીને આવા વિવાદાસ્પદ નિવેદનો નહીં આપવાનું કહ્યું હતું અને પછી બાબા રામદેવે પણ આરોગ્ય મંત્રીને પત્ર લખીને ખેદ વ્યકત કર્યો હતો.ત્યારે એવું લાગતું હતું કે એલોપેથીની આ બબાલ પર હવે પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે.પણ એવું થયું નહી. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને બાબા રામદેવ વચ્ચેનો ગજગ્રાહ ચાલું જ રહ્યો છે અને બનેં એકબીજા સામે શિંગડા ભેરવી રહ્યા છે.બાબા રામદેવના સમર્થનમાં ભાજપના નેતાઓ બહાર આવી રહ્યા છે તો એસોસિયેશને પણ પીએમ મોદીને પત્ર લખીને રામદેવ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા કહ્યું છે.