સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની હૈયાધારણ, કહ્યું- આ વર્ષના અંત સુધી સૌને વેક્સિન લાગી જવાની આશા

223

કેન્દ્ર સરકારે સોમવારના સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે તેને આશા છે કે આ વર્ષના અંત સુધી દેશમાં સૌને વેક્સિન લાગી જશે.પોતાની વેક્સિનેશન પોલિસી અને વેક્સિનની અલગ-અલગ કિંમતોને લઇને સતત ટીકાઓનો સામનો કરી રહેલી સરકારે કૉર્ટમાં કહ્યું કે, વર્ષ 2021ના અંત સુધી દેશની સંપૂર્ણ જનસંખ્યાને કોવિડ-19ની વિરુદ્ધ વેક્સિન લાગવાની આશા છે.સરકારની વેક્સિન પોલિસીમાં અલગ-અલગ કિંમતો,વેક્સિન શોર્ટેઝ અને ધીરેધીરે રોલઆઉટને લઇને ટીકા થઈ રહી છે.

આ મુદ્દે સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, આખરે કેન્દ્ર રાજ્યોને 45થી વધારે ઉંમરની ઉંમરના લોકો માટે 100 ટકા વેક્સિન આપી રહી છે, પરંતુ 18-44 આયુવર્ગ માટે કેમ ફક્ત 50 ટકા સપ્લાય કરી રહી છે? કૉર્ટે પૂછ્યું કે, ’45થી ઉપરની જનસંખ્યા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે વેક્સિન ખરીદી રહી છે,પરંતુ 18-44 આયુવર્ગ માટે ખરીદીમાં ભાગલાં પાડી દેવામાં આવ્યા છે.વેક્સિન નિર્માતાઓ તરફથી રાજ્યોને 50 ટકા વેક્સિન ઉપલબ્ધ છે, કિંમતો કેન્દ્ર નક્કી કરી રહ્યું છે અને બાકી ખાનગી હૉસ્પિટલોને આપવામાં આવી રહી છે, આનો આધાર શું છે?

Share Now