નવા રિપોર્ટના ખુલાસાથી હાહાકાર મચ્યો: 10માંથી 9 છોકરીઓ અને છોકરાઓ ફોરવર્ડ કરે છે અશ્લીલ તસ્વીર

266

યુનાઈટેડ કિંગડમના શાળાઓએ જાહેર કરેલા એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.સ્કૂલ વોચડોગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સ્કૂલમાં બાળકોનું યૌન શોષણ નોર્મલ થઈ ગયુ છે.રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 10માંથી 9 બાળકીઓએ ક્યારેકને ક્યારેક પોતાના આપત્તિજનક ફોટાઓ અને વીડિયો કોઈ પણ વ્યક્તિને જરૂર મોકલ્યા છે.આને માટે તેમને મજબૂર કરવામાં આવ્યા છે.

અશ્લીલ ફોટાઓ માટે મજબૂર કરવામાં આવ્યા

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર તપાસ કરવામાં આવતા સ્કૂલમાં ભણતી છોકરાઓએ વિદ્યાર્થીનીઓને અશ્લીલ ફોટાઓ મોકલવા માટે મજબૂર કર્યા હતા.બાદમાં આ છોકરાઓએ છોકરીઓના અશ્લીલ ફોટાઓનો ઉપયોગ કલેક્શન ગેમમાં વોટ્સએપ અન સ્નેપચેટ પર મોકલવા માટે કર્યા હતા.

રિપોર્ટમાં આપવામાં આવી ચેતવણી

રિપોર્ટમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે, સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ સાથે યૌન શોષણ સામાન્ય બાબત થઈ ગઈ છે.શિક્ષકોને સ્કૂલમાં થઈ રહેલા ક્રાઈમ પર નજર રાખવી જોઈએ.

એજ્યુકેશન સેક્રેટરીએ ચિંતા વ્યક્ત કરી

આ ખુલાસા પર એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસે કહ્યુ હતું કે, કોઈ પણ પ્રકારના યૌન શોષણનો સ્વિકાર કરી શકાય નહીં.કોઈએ પણ તેને નોર્મલ સમજવુ જોઈએ નહીં. સ્કૂલ એક સેફ જગ્યા છે.ત્યાં આ પ્રકારની પ્રવૃતિને સાંખી લેવામાં આવશે નહીં.

વિદ્યાર્થિનીઓ માટે સેક્સ એજ્યુકેશન જરૂરી

તો વળી ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશને કહ્યુ હતું કે, સ્કૂલમાં બાળકોને સેક્સ એજ્યુકેશન આપવુ જરૂરી છે.શિક્ષકોને પણ બાળકો પર નજર રાખવી જોઈએ.રિપોર્ટમાં થયેલા ખુલાસા પર અમે ચર્ચા કરી રહ્યા છીએ.

Share Now