ઇઝરાઇલના દુશ્મન ઈરાન પર મહેરબાન થયું રશિયા, ઊઠાવ્યું મોટું પગલું – USની પણ વધશે ચિંતા

222

રશિયા ઈરાનને એક એડવાન્સ સેટેલાઇટ ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહ્યું છે,જે તેને મધ્ય-પૂર્વમાં સંભવિત સૈન્ય લક્ષ્‍યોને ટ્રેક કરવામાં સક્ષમ બનાવશે.અમેરિકન સમાચારપત્ર વોશિંગ્ટન પોસ્ટે ગુરૂવારના જણાવ્યું કે, આ યોજના હેઠળ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી સજ્જ રશિયા નિર્મિત કનોપસ-વી (Kanopus-V) સેટેલાઇટ ઈરાનને આપવો જોઇએ.રિપોર્ટ પ્રમાણે રશિયા આને કેટલાક મહિનામાં જ લોન્ચ કરી શકે છે.

રશિયાના આ નિર્ણયથી ઇઝરાઇલની ચિંતા વધી શકે છે, કેમકે ઈરાન એ દેશોમાંથી એક છે જે ઇઝરાઇલની વિરુદ્ધ પેલેસ્ટાઇનના સક્રિય ચરમપંથી સંગઠન હમાસને સતત સમર્થન કરી રહ્યું છે.પૂર્વ જેરુસલમે સ્થિત અલ-અક્સા મસ્જિદમાં 10 મે 2021 થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ હમાસે સતત 11 દિવસ સુધી ઇઝરાઇલની વિરુદ્ધ રૉકેટ પ્રહાર કર્યા હતા.ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનની જિનેવામાં થનારી બેઠકથી પહેલા વોશિંગ્ટન પોસ્ટનો આ રિપોર્ટ સામે આવ્યો છે.

અમેરિકા અને ઈરાન 2015ના પરમાણુ કરારને પુન:સ્થાપિત કરવા માટે વાતચીત કરી રહ્યા છે.આ કરારને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રદ્દ કરીને ઈરાન પર અનેક આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા.બરાક ઓબામાના સમયે થયેલા આ કરાને પુન:સ્થાપિત કરવાથી ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધો ખત્મ થઈ જશે અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અંકુશ લગાવવામાં આવી શકાશે.રિપોર્ટ પ્રમાણે સેટેલાઇટ દ્વારા ઈરાન ફારસની ખાડીની તેલ રિફાઇનરીઓ,ઇઝરાઇલ સૈન્ય અડ્ડાઓ અને એ ઈરાની બેરકોની નિરંતર મોનિટરિંગ કરી શકશે જ્યાં અમેરિકન સૈનિકો રહે છે.

સૂત્રો પ્રમાણે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રશિયન કનોપસ-વી નાગરિક ઉપયોગ માટે છે.ઈરાનના નેતાઓ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સે 2018 બાદથી રશિયાની અનેક મુલાકાતો કરી,જેથી આ સંબંધમાં કરાર પર વાતચીત કરી શકાય.

Share Now