ભારત,ચીન અને પાકિસ્તાન પાંચ વર્ષથી અણુશસ્ત્રો વધારી રહ્યાં છે

257

સ્ટોકહોમ : જાન્યુઆરી ૨૦૨૧ના અંદાજિત અભ્યાસ મુજબ ચીન પાસે ૨૫૦,પાકિતાન પાસે ૧૬૫ અણુશસ્ત્રો છે,તેની સામે ભારત પાસે બંનેથી ઓછાં ૧૫૬ અણુશસ્ત્રો છે.જ્યારે વિશ્વના કુલ ૧૩,૦૮૦ અણુશસ્ત્રોમાંથી ૯૦ ટકા માત્ર રશિયા અને અમેરિકા પાસે છે.આ આંકડા અણુશસ્ત્રો ધરાવનાર વિશ્વના ૯ દેશો અમેરિકા,રશિયા,બ્રિટન,ફ્રાન્સ,ચીન,ભારત,પાકિસ્તાન,ઈઝરાયેલ અને ઉત્તર કોરિયાનો અભ્યાસ કર્યા પછી સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (SPIRI)એ જાહેર કર્યા હતા.અહેવાલ મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં સાઉદી આરબ,ભારત,ઈજિપ્ત,ઓસ્ટ્રેલિયા અને ચીન ભારે શસ્ત્રોના સૌથી મોટા આયાતકાર રહ્યા છે.

અભ્યાસ કહે છે કે ચીન અત્યારે તેના સુરક્ષાદળોનું નોંધપાત્ર આધુનિકીકરણ અને તેની અણુશક્તિનો ઝડપી વિસ્તાર કરી રહ્યું છે.સામે ભારત અને પાકિસ્તાન પણ પોતપોતાના અણુશસ્ત્રોની સંખ્યા તથા ક્ષમતા વધારી રહ્યા છે. ૪૫ વર્ષમાં પહેલી જ વખત ચીન અને ભારત વચ્ચે લદાખ મોરચે સામસામે બળપ્રદર્શન અને અથડામણો થઈ હતો.તેમાં બંને પક્ષે સૈનિકો હણાયા હતા.પેંગોગ લેક વિસ્તારમાંથી સેના પાછી બોલાવવામાં ભારત-ચીને ખૂબ ઓછી પ્રગતિ કરી છે.બીજાં અથડામણના વિસ્તારોમાં પણ મડાગાંઠ ઉકેલાઈ નથી. પાકિસ્તાન મોરચે બંને પક્ષના લશ્કરી વડાઓની વાટાઘાટોના પગલે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે,પરંતુ સ્થિતિ વિશ્વાસપાત્ર નથી.

SPIRI મુજબ કોના કેટલા અણુશસ્ત્ર

– રશિયા ૬,૨૫૫

– અમેરિકા ૫,૫૫૦

– ચીન ૩૫૦

– ફ્રાન્સ ૨૯૦

– બ્રિટન ૨૨૫

– પાકિસ્તાન ૧૬૫

– ભારત ૧૫૬

– ઈઝરાયેલ ૯૦

– ઉત્તર કોરિયા ૫૦

Share Now