દિલ્હીના DY.CM મનિષ સિસોદીયાની સુરતની મુલાકાત રદ

259

સુરત : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આવતીકાલે સુરતની મુલાકાતે આવવાના હતા.પરંતુ અચાનક તબિયત બગડતા આ મુલાકાત રદ કરી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, સ્વસ્થ થતા જ ગુજરાતને મળવા દોડી આવીશ.

મનીષ સિસોદીયા સુરત પ્રવાસને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાએ જોર પકડ્યું હતું.મનિષ સિસોદિયા સુરતના કેટલાક જાણીતા ચહેરાઓ આપનો ખેસ પહેરાવવાના હતા. જેને પગલે સોશિયલ મીડિયા ઉપર સુરત શહેરના રાજકારણમાં નવાજૂનીના એંધાણની પોસ્ટ મૂકવા લાગ્યા હતા.

મનીષ સિસોદીયાના આગમન પહેલા આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાના માધ્યમથી શહેરના રાજકારણમાં ઉથલપાથલ થવાનો માહોલ બનાવી દીધો છે.સુરત શહેરના પાટીદાર સમાજ પૈકી કોણ જોડાય છે તેના પર સૌ કોઈની નજર છે.ભાજપ પણ તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ થઈ રહી છે તેનો પણ અભ્યાસ કરી રહી છે.

સુરત શહેરમાં ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો સિલસિલો છેલ્લાં ઘણા સમયથી જોવા મળી રહ્યો છે તેવા સમયે ભાજપમાંથી બીજો કોઈ રાજકીય નેતા કે પાટીદાર સમાજમાંથી કોઈ કદાવર વ્યક્તિ આપમાં જોડાયા છે કે કેમ તેના પર નજર રાખી રહ્યું છે.મનીષ સીસોદીયાની સુરત મુલાકાત પહેલા અનેક અટકળોએ જોર પકડ્યું છે.

છેલ્લા દોઢથી વધુ મહિનામાં સુરત શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી કુલ 1000 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ત્રણ દિવસ પહેલા 400 જેટલા કાર્યકર્તા આપમાં જોડાયા હતા.તેના 12 દિવસ પહેલા કામરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી 200 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.તેમજ ખટોદરા વિસ્તારમાંથી સો જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.મે મહિનામાં અંદાજે 300 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.

Share Now