દેશમાં ધર્માંતરણનું રેકેટ ફેલાવનારા ઉમર ગૌતમ અને જહાંગીરનું લખનૌ કનેક્શન પણ બેનકાબ થયું છે.જાણવા મળ્યું છે કે લખનૌની પ્રિયંકા સેન અને ચંદ્રકલા યાદવનું પણ ધર્મ પરિવર્તન આ રેકેટે કરાવ્યું હતું.ત્યારબાદ તેઓ ધર્મ બદલીને પરિવારથી અલગ રહે છે.આમાં પ્રિયંકા અલીગંજના મહેંદી ટોલાની રહેવાસી છે,જ્યારે ચંદ્રકલાનો પરિવાર તેલીબાગમાં રહે છે.પ્રિયંકા મુસ્લિમ બન્યા બાદ ફાતિમા મોહમ્મદ ફારુકના નામે ઓળખાય છે.જહાંગીરના ત્યાંથી ATSને જે દસ્તાવેજ મળ્યા છે તેમાં પ્રિયંકાનું એડ્રેસ 532 KNA, 336 મહેંદી ટોલા અલીગંજ લખ્યું છે.
પ્રિયંકા વિશે પરિવારને અત્યારે કોઈ જ જાણકારી નથી
પ્રિયંકાના મહેંદી ટોલા સ્થિત ઘરમાં તેની મા માયા સેન અને ભાઈ રહે છે.પ્રિયંકા અત્યારે ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે તે વિશે તેનો પરિવાર કંઈ જ જાણતો નથી.મા માયા સેને જણાવ્યું કે, વર્ષ 2010 સુધી તે લોકો દિલ્હીમાં સમગ્ર પરિવાર સાથે રહેતા હતા.તેમના પતિ ભગવતી સેનનું કરંટ લાગવાથી મોત થઈ ગયું હતું.ત્યારબાદ તેઓ પોતાના દીકરા નીતિન અને દીકરી પ્રિયંકા સાથે અલીગંજના મહેંદી ટોલામાં આવીને રહેતા હતા.પ્રિયંકાએ સોફ્ટવેરથી ડિપ્લોમાં કર્યો હતો.
ચંદ્રકલા બની કનીઝ ફાતિમા
તેલીબાગના રાજીવ નગર ઘોસિયાનામાં રહેનારી ચંદ્રકલા હવે કનીઝ ફાતિમાના નામથી ઓળખાય છે.ચંદ્રકલાના પિતા ઓ.પી. યાદવ સેનાથી સૂબેદારના પદથી રિટાયર છે.પરિવારમાં ચંદ્રકલા સહિત ત્રણ દીકરીઓ છે.ચંદ્રકલા બીજા નંબરની દીકરી છે.લગભગ 33 વર્ષીય ચંદ્રકલાએ બી-ફાર્મસીનો અભ્યાસ કર્યો છે.તે જયપુરમાં ખાનગી સંસ્થામાં ભણાવતી હતી.ઘરવાળાઓનું કહેવું છે કે તેની સાથે અમારે કોઈ સંબંધ નથી.ધર્માંતરણનો મુખ્ય આરોપી મોહમ્મદ ઉમર ગૌતમ લખનૌથી સંચાલિત અલ હસન અજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશનમાં પણ પદાધિકારી છે.
ધર્મ પરિવર્તન માટે 18 વાર ગયો ઇંગ્લેન્ડ
ATSને આશંકા છે કે આ સંસ્થાથી પણ ફંડિગ કરવામાં આવી રહ્યું હતું.ઉમર આ સંસ્થામાં ઉપાધ્યક્ષના પદ પર છે.અલ હસન એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન લખનૌના મલિહાબાદના રહમાનખેડામાં એક સ્કૂલ સંચાલિત કરી રહ્યો છે. 10માં સુધીની CBSE બૉર્ડની આ સ્કૂલમાં 500 બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવાની વાત કહેવામાં આવી રહી છે.ગેરકાયદેસર ધર્માંતરણના કથિત નેટવર્ક ચલાવનારો મોહમ્મદ ઉમર ગૌતમ ધર્મ પરિવર્તનના કાર્યક્રમો માટે 18 વાર ઇંગ્લેન્ડ, 4 વાર અમેરિકા,સિંગાપુર, પોલેન્ડ તેમજ આફ્રિકાના અનેક દેશોમાં પણ ગયો હતો.