PM મોદી સાથે હાઈ પ્રોફાઇલ મીટિંગ પહેલા જમ્મુમાં વિરોધ પ્રદર્શન, મહેબૂબાને તિહાડ મોકલવાની માંગ

232

જમ્મુ-કાશ્મીરને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થનારી બેઠકથી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.ગુરૂવારના જમ્મુમાં ડોગરા ફ્રન્ટ તરફથી જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું. મહેબૂબા મુફ્તીએ હાલમાં જ જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનની સાથે વાત કરવાની વકીલાત કરી હતી.આના વિરોધમાં ગુરૂવાર સવારે ડોગરા ફ્રન્ટના લોકોએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું,મહેબૂબાની વિરુદ્ધ નારેબાજી કરી અને તેમને તિહાડ જેલમાં મોકલવાની માંગ કરી.

યુનાઇટેડ જમ્મુ નામના સંગઠને કેન્દ્ર સરકાર વિરુદ્ધ કર્યું પ્રદર્શન

આ પ્રદર્શન ત્યારે થઈ રહ્યું છે,જ્યારે ગુરૂવાર બપોરના ત્રણ વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરને લઇને મહત્વની મીટિંગ કરવાના છે.આ મીટિંગમાં ફારુક અબ્દુલ્લા,મહેબૂબા મુફ્તી સહિત જમ્મુ-કાશ્મીરના અન્ય નેતા સામેલ થશે.આ ઉપરાંત યુનાઇટેડ જમ્મુ નામના સંગઠન દ્વારા પણ જમ્મુમાં પ્રદર્શન કરવામાં આવ્યું.આ પ્રદર્શન કેન્દ્ર સરકારની વિરુદ્ધ કરવામાં આવ્યું છે,જેમાં જમ્મુ-કાશ્મીરને લઇને બેઠકમાં ગુપકાર સંગઠનને બોલાવવા અને જમ્મુ ક્ષેત્રના સંગઠનને બોલાવવાનો વિરોધ કર્યો છે.

મહેબૂબા મુફ્તીએ આલાપ્યો હતો કાશ્મીર રાગ

ઉલ્લેખનીય છે કે ગઈકાલે શ્રીનગરમાં ગુપકારની મીટિંગ થઈ હતી,ત્યારબાદ મહેબૂબા મુફ્તીએ મીડિયા સાથે વાત કરી હતી.ત્યારે મહેબૂબાએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર સરકારે દરેકની સાથે વાત કરવી જોઇએ,પાકિસ્તાન સાથે પણ વાત કરવી જોઇએ.જો કે ત્યારબાદ જ્યારે મહેબૂબા મુફ્તી દિલ્હી માટે રવાના થયા,ત્યારે તેમણે કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરવા જઈ રહ્યા છે.આવામાં ખુલ્લા મને ચર્ચા કરશે.ઉલ્લેખનીય છે કે ગુપકાર ગ્રુપના નેતાઓએ મીટિંગમાં કલમ 370, 35-A સહિત અન્ય મુદ્દાઓને ઊઠાવવાની માંગ કરી હતી.

Share Now