વોશિંગટન : અમેરિકામાં અશ્વેત યુવાન જ્યોર્જ ફ્લોઇડનું પગથી ગળું દબાવી મોત નિપજાવનાર પૂર્વ પોલીસ ઓફિસર ડેરેક ચાઉવિનને ને 22 વર્ષ અને 6 માસની જેલસજા થઇ છે.વૉશિન્ગટનની હેંનેપીન કાઉન્ટી કોર્ટે મિનિપોલીસના પૂર્વ પોલીસ ઓફિસર ડેરેક ચાઉવિનને અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું મોત નિપજાવવા બદલ ગુનેગાર ગણ્યો હતો. તેને 22 વર્ષ અને 6 માસની જેલસજા ફરમાવાઈ છે.
ફરિયાદીઓએ 30 વર્ષની સજા માગી હતી.પરંતુ ડેરેકનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવાથી તેને ઉપરોક્ત સજા ફરમાવાઈ હતી.ઉલ્લેખનીય છે કે 25 મે 2020 ના રોજ, અમેરિકાના મિનીપોલિસની એક ગલીમાં નવ મિનિટથી વધુ સમય સુધી ફ્લોયડને જમીન પર પછાડી દેવાયો હતો.અને બાદમાં પોલીસ ઓફિસરે પગથી 9 મિનિટ સુધી જ્યોર્જનું ગળું દબાવી દીધું હતું. તેણે વિનંતી કરી હતી કે ‘હું શ્વાસ લઈ શકતો નથી’ તેમછતાં ગળું દબાવી રાખતા ગૂંગળામણને કારણે તેનું મોત થયું હતું. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.