મુંબઈમાં ૨૦૦૦ કરોડનું હેરોઇન ઝડપાયું : બેની ધરપકડ

227

– સમુદ્ર માર્ગે ઇરાનથી આવેલો આ જથ્થો પંજાબ લઈ જવાનો હતો : બેની ધરપકડ

મુંબઈ : મુંબઈમાં પિયા ૨૦૦૦ કરોડની કિંમતનો હેરોઇન નો જંગી જથ્થો ઝડપી લેવામાં ડીઆરઆઇના અધિકારીઓને સફળતા મળી છે.અધિકારીઓએ એવી માહિતી આપી છે કે આ નશીલા દ્રવ્યનો મોટો જથ્થો ઇરાનથી મંગાવવામાં આવ્યો હતો.
અધિકારીઓએ એમ કહ્યું છે કે તાજેતરના સમયમાં પકડાયેલા નશીલા દ્રવ્યોના જથ્થામા આ સૌથી મોટી ખેપ પકડાઈ છે.હેરોઇન નું વજન ૨૮૩ કિલોગ્રામ જેટલું બહાર આવ્યું છે અને આંતરરાષ્ટ્ર્રીય બજારમાં તેની કિંમત લગભગ પિયા ૨૦૦૦ કરોડ જેટલી આંકવામાં આવી છે.અધિકારીઓની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે મુંબઈમાં જવાહરલાલ નહે પોર્ટ પરથી સડક માર્ગે તેને પંજાબમાં પહોંચાડવાની તૈયારી ચાલતી હતી પરંતુ તે પહેલા ડીઆરઆઇના અધિકારીઓએ આ જથ્થો ઝડપી લીધો હતો.આ પ્રકરણમાં પંજાબના એક શખસ તેમજ મધ્યપ્રદેશના ૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.થોડા દિવસ પહેલા દિલ્હીમાં આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ પરથી પિયા ૭.૫ કરોડ ની કિંમત નો હિરોઇનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

મોટા ભાગના આ નશીલા દ્રવ્યો પંજાબ લઈ જવામાં આવતા હોય છે અને મુંબઈમાંથી ઝડપાયેલ હેરોઇન પણ પંજાબ માં લઇ જવાની હતી.અધિકારીઓએ એવી માહિતી આપી છે કે ૨૦૨૦ થી લઈને ચાલુ વર્ષના જૂનમાં સુધીમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી આ અંગે કુલ ૨૦ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Share Now