એક થઈને ભારતને વિશ્વગુરુ બનાવો : મુસ્લિમોને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડશે સંઘ

285

નવીદિલ્હી, તા.9 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગાજિયાબાદમાં આપેલા નિવેદન પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે સંઘ હવે મુસ્લિમોમાં પણ વર્ચસ્વ વધારવાની કોશિશમાં છે.પ્રભુ શ્રીરામની તપોભિમ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં હવે તેનો નિહિતાર્થ પણ સમજમાં આવી રહ્યો છે.

અખિલ ભારતીય પ્રાંત પ્રચારકોની મુખ્ય બેઠક શરૂ થતાં પહેલાં કોર કમિટીના સભ્યોની મળેલી સંક્ષિપ્ત બેઠકમાં થયેલા વિમર્શ પણ એવું પ્રતિત થઈ રહ્યું છે કે સંઘ મુસ્લિમોને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડવાની પહેલ કરશે.ગઈકાલે કોર ગ્રુપની બેઠકમાં યોગી સરકારના કામકાજ અને તેના જનપ્રભાવને લઈને પણ ચર્ચા થઈ હતી.પ્રાંત પ્રચારકોની બેઠકમાં આવતાં પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ગાજિયાબાદમાં કહ્યું હતું

કે પૂજનવિધિના આધારે હિન્દુ અને મુસલમાનોને અલગ કરી શકાય નહીં.તમામ ભારતીયોનો ડી.એન.એ. એક જ છે.તેમણે ભાષા,પ્રાંત અને અન્ય વિષમતાઓને છોડી એક થઈને ભારતને વિશ્વગુરુ બનાવવાની સલાહ પણ આપી હતી.પ્રચારકોની બેઠક શરૂ થતાં પહેલાં જ સમજમાં આવવા લાગ્યું છે કે સંઘે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે મુસ્લિમોને પણ જોડવાનું મન બનાવી લીધું છે.

બેઠક પૂર્વે રાષ્ટ્રીય કારોબારીના પદાધિકારીઓ અને સભ્યો સાથે અલગ અલગ થયેલી સંક્ષિપ્ત બેઠકોમાં આ અંગે પણ વિમર્શ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં હિન્દુત્વ સાથે રાષ્ટ્રવાદી મુસ્લિમોને પણ પોતાની વિચારધારા સાથે જોડવાની દિશા પણ નક્કી કરવામાં આવી શકે છે. સંઘના વિચારમં આવી રહેલા ફેરફારને બંગાળ ચૂંટણી સાથે પણ જોડીને જોવામાં આવી રહ્યો છે.

ટોચનું નેતૃત્વ બંગાળમાં ભાજપના વધી રહેલા પ્રભાવને જોઈને સંતુષ્ટ છે પરંતુ મુસ્લિમોની રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતાં પક્ષથી દૂરીને લઈને ચિંતીત પણ છે. સંઘના ટોચના નેતૃત્વ વચ્ચે આગલા વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ,પંજાબ સહિત પાંચ રાજ્યો ઉપરાંત ગુજરાતમાં વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ રહી છે.એવું મનાય રહ્યું છે કે બેઠક બાદ સંઘ દ્વારા ભાજપને ચૂંટણીને ધ્યાનમાં રાખી ખાસ સલાહ પણ આપવામાં આવી શકે છે.

Share Now