વસ્તી નિયંત્રણ કાયદામાં હિન્દુત્વના હિતોનું ધ્યાન રાખજો : વિશ્વ હિન્દુ પરિષદ

218

દિલ્હી તા.17 : વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું કે વસ્તી નિયંત્રણ કરવા માટેના કોઈપણ પગલાઓ લેતાં પહેલા તે ધ્યાનમાં રાખવુ જોઈએ કે દેશમાં હિન્દુઓનું વર્ચસ્વ જળવાઈ રહી.ફરીદાબાદમાં આજથી શરૂ થયેલી વિશ્વ હિન્દુ પરિષદની બે દિવસીય બેઠક પહેલા એક સંબોધનમાં વિહીપનાં મહાસચીવ મિલીંદ પરાંડેએ કહ્યું કે જો પરિવારમાં માત્ર એક સંતાન છે તો હિન્દુઓની આબાદી ખુદ હિન્દુઓ દ્વારા ઘટશે.વસ્તી નિયંત્રણનાં મુદા પર પૂછતા તેમને કહ્યું કે જયારે અમે વસ્તી નિયંત્રણ અંગે વાત કરીએ છીએ તો દેશમાં હિન્દુ સમાજનુ પ્રભુત્વ અકબંધ રહેવુ જોઈએ.

હિન્દુ વસ્તીનાં વર્ચસ્વનાં કારણે દેશમાં રાજનીતી,ધર્મ નિરપેક્ષતા અને સહનશીલતાનાં દરેક સિધ્ધાંતોનું પાલન કરવામાં આવી રહ્યું છે.તેમને વધુમાં કહ્યું કે તેથી હિન્દુઓએ બહુમતીમાં રહેવા માટે જે કરવુ જરૂરી છે. તે કરવુ જોઈએ.પરાંડેએ કહ્યું હિન્દુ સમાજને એ વિચારવુ જોઈએ કે એક પરિવારમાં ઓછામાં ઓછા બે સંતાનો હોવા જોઈએ જો એક પરિવારમાં માત્ર એક સંતાન હશે તો હિન્દુઓની વસતી ખુદ હિન્દુઓ દ્વારા ઓછી કરવામાં આવશે.

Share Now