બિટકોઇન કૌભાંડ મામલે ચર્ચામાં રહેલી નિશા ગોંડલિયાનો નવો ધડાકો,કહ્યું સરકાર ધ્યાન આપે ….

278

વર્ષ 2019માં રાજ્યમાં બિટકોઇન કૌભાંડ મામલે ચર્ચામાં રહેલી નિશા ગોંડલિયાએ આજે જામનગરમાં નવો ધડાકો કર્યો છે.પત્રકાર પરિષદ યોજીને નિશાએ જણાવ્યું છે કે, તે વિદેશથી પરત આવી ત્યારથી તેને ધમકીઓ મળી રહી છે.

ગુજસીટોકના આરોપીઓને જયેશ પટેલના સાગરિતો કે જે હજી બહાર ફરી રહ્યાં છે તેઓ પેરોલ પર છોડવવાના પ્રયાસો કરી રહ્યાં છે.જો આ આરોપીઓ પેરોલ પર છૂટી જશે તો તેઓ અલગ પાસપોર્ટ અને આઇડેન્ટિટી બનાવીને વિદેશ ભાગી જશે.જયેશના 10 થી 12 લોકો હજી બહાર છે,જેના નામ તે પછીથી જણાવશે તેમ નિશાએ કહ્યું છે.

નિશા ગોંડલિયાએ જણાવ્યું હતું કે, જયેશ પટેલ અત્યારે જેલમાં છે. 13 થી 14 વ્યકિતઓ હાલ ગુજસીટોકમાં જેલ હવાલે છે.જ્યારે 10 થી 12 લોકો હજી બહાર જ છે. આ સાગરિતોના નામ હજી બહાર આવ્યા નથી.અમુક ફરાર છે જ્યારે અમુક હજી બહાર નથી આવ્યા.તેઓ ગુજસીટોકના આરોપને પેરોલ કરાવી,બહાર કાઢી વિદેશ ભગાડી દેવાની તૈયારીઓ કરી રહ્યાં છે.જે દિશામાં સરકાર ધ્યાન આપે અને યોગ્ય ન્યાય કરે તેવી વિનંતી છે.

મને કંઇ ન બોલવા ધમકી અપાઈ રહી છે

નિશાએ વધુમાં જણાવ્યું છે કે, મને અને આહિર સમાજના અગ્રણીને આ લડતમાં પાછા પાડવા માટે અમને હરેાન કરવા બદનામ કરવા,સમાજમાં ખોટી રીતે પ્રશ્ન ઉભા થાય એ માટે અમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.જયેશની પત્ની ધ્રુતી રાણપણિયા દ્વારા આહિર અગ્રણીને અવાર નવાર બ્લેક મેઇલિંગ કરવામાં આવ્યા હતા.જેનું નિવેદન આહિર અગ્રણીએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું છે.હું આટલા સમય જામનગરથી બહાર હતી.પહેલા પણ મારી લડત ખોટી ન હતી. આજે પણ નથી.પરંતુ મને ફરિયાદીમાંથી આરોપી બનાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હતું.મારી ધરપકડ ન થાય એ માટેનો સ્ટે આવ્યો છે.મારી લડતમાં મેં હર હંમેશ પોલીસને મદદ કરી છે.પોલીસ તંત્રે પણ મારી મદદ કરી છે.વિદેશથી આવ્યા બાદ મને પ્રેસ કોન્ફરન્સ ન કરવા,કંઇ ન બોલવા ધમકી આપવામાં આવી રહી છે.

નિશાએ 2019માં જયેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

બિટકોઇન કૌભાંડમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયા પર 2019માં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જેમાં જે તે સમયે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 2019માં બિટકોઇન કેસમાંથી સાક્ષી તરીકે ખસી જવા માટે જયેશ પટેલ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની નિશા ગોંડલિયાએ ફરિયાદ નોંધાવી હતી.ત્યારબાદ આખો કેસ બહાર આવ્યો હતો અને બાદમાં ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું હતું કે નિશાએ જ પોતાના પર ફાયરિંગ કરાવ્યું હતું.

Share Now