મુંબઇના અદાણી એરપોર્ટ પર શિવ સૈનિકોએ કરી ભાંગફોડ

259

– છત્રપતિ શિવાજી મહારાજના નામે ઓળખાતા એરપોર્ટ પર અદાણીનું બોર્ડ લગાવી દેવાતાં શિવસૈનિકો ભડકયા

મુંબઈ : મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. આ એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગ્રુપના હાથમાં છે.શિવસેનાના કાર્યકરોએ એરપોર્ટ પર લગાવેલા અદાણી એરપોર્ટના બોર્ડને પણ નુકસાન પહોંચાડ્યું હતું. શિવસેનાના કાર્યકરોએ અદાણી એરપોર્ટ બોર્ડને તોડી નાખ્યું હતું.

શિવસેનાના આરોપ છે કે પહેલા આ એરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટના નામે ઓળખાતું હતું,પરંતુ હવે એના પર અદાણી એરપોર્ટનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ કહ્યું હતું કે આ સહન કરવામાં નહીં આવે.અદાણી ગ્રુપ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોમાં એવિએશન સેકટરમાં મોટું રોકાણ કરવામાં આવ્યું છે.દેશના અનેક મોટા એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગ્રુપની પાસે છે.જુલાઈમાં જ મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપની પાસે આવી ગયું હતું,સ્વયં ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

વિપક્ષ દ્વારા સતત એનો વિરોધ કરવામાં આવ્યો છે કે દેશનાં અનેક એરપોર્ટ્સનું સંચાલન હવે અદાણી ગ્રુપને આપવામાં આવ્યું છે.કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષની પાર્ટીઓએ આ બાબતે અનેક વખત વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.

Share Now