પાંચ સમન્સ મળવા છતા પુછપરછ માટે ED ઓફિસ હાજર નથી થતા અનિલ દેશમુખ !

238

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP નેતા અનિલ દેશમુખ આજે પણ પૂછપરછ માટે ED ઓફિસ હાજર નહિ થાય.અનિલ દેશમુખના વકીલ ઇન્દ્રપાલ સિંહ અનિલ દેશમુખના બદલે (Enforcement Directorate-ED) ઓફિસમાં હાજર થશે.

આપને જણાવી દઈએ કે, ED એ અનિલ દેશમુખને પાંચમી વખત સમન્સ પાઠવ્યું હતું અને તેમને આજે ED ની ઓફિસમાં હાજર રહેવા જણાવ્યુ હતું.ઉલ્લેખનીય છે કે, ED મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખ સામે તપાસ કરી રહ્યું છે, પરંતુ દેશમુખ વારંવાર આ પૂછપરછને ટાળવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

ED એ પાંચમી વખત મોકલ્યુ સમન્સ

અગાઉ ED એ અનિલ દેશમુખ સામે ચાર વખત સમન્સ મોકલ્યા છે.પરંતુ અનિલ દેશમુખ પૂછપરછ માટે ઇડી સમક્ષ એક પણ વખત હાજર થયા ન હતા.અગાઉ, તેમણે કેટલીક વખત તેમના સ્વાસ્થ્ય,ઉંમર,કોરોનાનો હવાલો આપીને આ પુછપરછને ટાળવાનો પ્રયત્ન કર્યો હતો.ઉપરાંત કેટલીક વાર સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનાવણીનો હવાલો આપીને હાજર થયો નહિ.ઉલ્લેખનીય છે કે,જ્યાં સુધી સુનાવણી શરૂ હોય ત્યાં સુધી ઇડી દ્વારા સમન્સ મોકલવાનો કોઈ તર્ક રહેતો નથી.

તમને જણાવી દઈએ કે અગાઉ ED એ અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ દેશમુખ અને તેની પત્નીને પણ સમન્સ પાઠવ્યા હતા.પરંતુ તે બંને પણ ઇડીની પૂછપરછમાં હાજર થયા નહોતા.પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટે દેશમુખની અરજી ફગાવી દીધી હતી. ત્યારે દરેકની નજર તેના પર ટકી હતી કે અનિલ દેશમુખ હવે ED ની પૂછપરછમાં દેખાય છે કે નહીં. પરંતુ હવે અનિલ દેશમુખ તરફથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઇડીના પાંચમા સમન્સ પછી પણ પૂછપરછ માટે ઇડી ઓફિસમાં હાજર રહેશે નહીં.

સુપ્રીમ કોર્ટે અનિલ દેશમુખની અરજી ફગાવી

અનિલ દેશમુખે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને અલગ અલગ માંગણીઓ કરી હતી.જેમાં દેશમુખે સુપ્રીમ કોર્ટમાં તેમની સામે ચાલી રહેલી તપાસને સ્થગિત કરવાની માંગ કરી હતી.ઉપરાંત ED દ્વારા મોકલવામાં આવતા સમન્સને રદ કરીને સંભવિત ધરપકડ અટકાવવાની માંગ કરી હતી,પરંતુ કોર્ટે અનિલ દેશમુખની અરજીની તમામ માંગણીઓ ફગાવી દીધી હતી.કોર્ટે જણાવ્યુ કે, કાયદાકીય જોગવાઈઓમાં રહીને જ કાનૂની ઉપાય કરી શકાય છે.વધુમાં જણાવવું કે, “તેણે મુંબઈની (Mumbai)સ્થાનિક અદાલતમાં જામીન માટે અપીલ કરવી જોઈએ,આ અંગે માત્ર સ્થાનિક અદાલત જ નિર્ણય લઈ શકે છે.”

ED એ દેશમુખની કરોડોની સંપત્તિ જપ્ત કરી

અગાઉ ED એ અનિલ દેશમુખના ઘર અને અન્ય સંબધિત સ્થળો પર દરોડા પાડીને 4.20 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. EDએ દાવો કર્યો હતો કે, અનિલ દેશમુખે પોલીસ અધિકારી સચિન વાજે સાથે મળીને બાર માલિકો પાસેથી 4.70 કરોડ રૂપિયા વસૂલ્યા હતા અને સચિન વાજેએ તેને આ રકમ આપી હતી,જે અનિલ દેશમુખે તેમના વ્યવસાયમાં રોકી હતી.

Share Now