પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં શિયાઓના જૂલુસ પર બોમ્બ બ્લાસ્ટ, 3 લોકોના મોત, 40 લોકો ઘાયલ

284

અફઘાનિસ્તાનમાં કટ્ટરરપંથી તાલિબાનીઓનો કબજો થયા બાદ તેની સાઇડ ઇફેકટ પાકિસ્તાનમાં પણ દેખાવાનું શરૂ થઇ ગયું છે.પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગુરૂવારના રોજ બ્લાસ્ટ થયો.જેમાં શિયા સમુદાયના 3 લોકોના મોત થયા છે.

સિઁધ પ્રાંતમાં નીકળેલા જૂલુસ પર હુમલો

મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના સિંધ પ્રાંતના બહાવન નગરમાં શિયા સમુદાયના લોકો શિયા સમુદાયના લોકો પોતાનું જૂલુસ નીકાળી રહ્યા હતા.આ દરમ્યાન જૂલુસ પર હુમલો કર્યો.આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા છે અને અંદાજે 40 લોકો ઘાયલ થયા. હુમલા બાદ ઘટનાસ્થળ પર રીતસરની દોડધામ મચી ગઇ. તેની આડમાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા.

મુસ્લિમ દેશોમાં શિયાઓના જીવને જોખમ

આપને જણાવી દઇએ કે પાકિસ્તાન ભલે એક ઇસ્લામિક દેશ છે.પરંતુ ત્યાં પર શિયા,અહમદી અને કાદિયાની મુસલમાન હંમેશાથી કટ્ટરપંથીઓના નિશાન પર રહ્યા છે.કટ્ટરપંથીઓના દબાણમાં પાકિસ્તાન સરકાર બનાવીને અહમદીઓને બિન મુસ્લિમ જાહેર કરી ચૂકયા છે.તો શિયા મુસલમાનો પર કટ્ટરપંથીઓ તેમના પર હુમલો કરતા ચૂકતા નથી.

Share Now