પરમબીર સિંહની વધી મુશ્કેલી, વસૂલી કેસમાં ચોથી FIR દાખલ, સચિન વાજે પણ આરોપીઓમાં સામેલ

243

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની મુશ્કેલીઓ વધી છે.વસુલીના કેસમાં પરમબીર સિંહ વિરુધ્ધ ચોથી FIR દાખલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, સમન્સ મોકલવા છતા પરમબીર સિંહ હાજર ન થતા બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ કૈલાસ ઉત્તમચંદ ચંડીવાલ દ્વારા 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો,જ્યારે હવે પરમબીર સિંહ વિરુદ્ધ વધુ એક સપ્તાહની ખંડણી માટે કેસ નોંધવામાં આવ્યો છે.આ કેસ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

શુક્રવારે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં પરમબીર સિંહ સામે ચોથી FIR દાખલ કરવામાં આવી છે.જેમાં વિમલ અગ્રવાલ નામના વેપારીએ 9 લાખ રૂપિયાની વસૂલાતનો આરોપ લગાવ્યો છે.પરમબીર સિંહ ઉપરાંત બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેનું નામ પણ આ કેસમાં સામેલ છે.ઉલ્લેખનીય છે કે,પરમબીર સિંહ અને સચિન વાજે ઉપરાંત સુમિત સિંહ,અલ્પેશ પટેલ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.ફરિયાદી વિમલ અગ્રવાલના જણાવ્યા અનુસાર,જાન્યુઆરી 2020 થી ઓગસ્ટ 2020 વચ્ચે તેમની પાસેથી 11 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.

પરમબીર સિંહ પર વસૂલાતના ઘણા આરોપો છે

ફરિયાદીના જણાવ્યા મુજબ, પરમબીર સિંહ દરોડાનો ડર બતાવીને તેને દર મહિને રિકવરી ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.અગાઉ, પોલીસ ઇન્સ્પેક્ટર અનૂપ ડાંગે સહિત બિલ્ડર શ્યામ અગ્રવાલ પણ પરમબીર સિંહ પર વસૂલાતનો આરોપ લગાવી ચૂક્યા છે.

પરમબીર સિંહ વિરુધ્ધ ચાર ફરિયાદ દાખલ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલાતનો આરોપ લગાવીને પરમબીર સિંહ પ્રસિદ્ધિમાં આવ્યા હતા.બાદમાં તેઓ વસુલાતનાં આરોપમાં ફસાઈ ગયા હતા.જ્યારે રાજ્ય સરકારે પરમબીર સામે પગલાં લેવાનું શરૂ કર્યું ત્યારે તેઓ મુંબઈ છોડીને ચંદીગઢમાં તેમના નિવાસસ્થાને ગયા હતા.અને બાદમાં તબિયતનું કારણ આપીને રજા પર રહ્યા હતા અને છેલ્લા ચાર મહિનાથી રજા પર છે.

પાંચમી વખત સમન્સ મોકલવા છતા પરમબીર સિંહ હાજર ન થયા

EDએ અનિલ દેશમુખ સામે કાર્યવાહી કરી રહી છે,જેમાં તેમણે નાગપુર અને મુંબઈમાં દેશમુખના ઘરો અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા.ઉપરાંત તેના પીએની પણ ધરપકડ કરવામાં આવી હતી.મની લોન્ડરિંગ કેસમાં દેશમુખ,તેમના પુત્ર અને તેમની પત્નીને ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા.પરંતુ દેશમુખ પાંચમી વખત સમન્સ પાઠવવા છતાં પૂછપરછ માટે હાજર થયા ન હતા.જ્યારે ED અને CBI જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ દેશમુખ સામે કડક વલણ શરૂ કર્યુ ત્યારે રાજ્ય સરકારે પણ દેશમુખ પર આરોપ લગાવનાર પરમબીર સિંહ સામે પગલાં લેવાની તૈયારી દર્શાવી હતી.

Share Now