9 મહિનાના બાળકને ગીફ્ટમાં મળી 40 કરોડની સંપતિ, પરિવારની મુખ્ય વ્યક્તિ છે જેલમાં બંધ

244

તમે યસ બેંકના સ્થાપક રાણા કપૂરનું નામ તો સાંભળ્યું જ હશે. તે હાલમાં મની લોન્ડરિંગના કેસમાં જેલમાં છે.રાણા કપૂરની પત્ની બિંદુ કપૂરે તેના 9 મહિનાના પૌત્રને 40 કરોડની મિલકત ભેટમાં આપી છે.આ મિલકત દિલ્હીના જોરબાગમાં છે અને તે બિંદુ કપૂરના નામે હતી.હવે તેની રજિસ્ટ્રી તેમના પૌત્રના નામે કરવામાં આવી છે.

એક રિપોર્ટ અનુસાર, ગિફ્ટ ડીડની તારીખ 31 જુલાઈ 2021 છે.આ માટેની સ્ટેમ્પ ડ્યુટી 36.90 લાખ રૂપિયા છે.જોરબાગમાં આ મિલકત 370 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલી છે.ગ્રાઉન્ડ ફ્લોર,લિવિંગ એરિયા અને પાર્કિંગની જગ્યા પર 2BHK છે. ગ્રાઉન્ડ ફ્લોરનો વિસ્તાર 161 ચોરસ મીટર છે.દસ્તાવેજ મુજબ, બિંદુ રાણા કપૂરને આ મિલકત તેના પિતા પાસેથી મળી હતી. 2004 માં તેમને પૈતૃક સંપત્તિમાંથી હિસ્સો મળ્યો હતો.

માર્ચ 2020 માં મની લોન્ડરિંગના કેસમાં રાણા કપૂરની ધરપકડ કરવામાં આવી હતી.આ કેસ રાણા કપૂર અને DHFL પ્રમોટર વચ્ચે શંકાસ્પદ વ્યવહારો સાથે સંબંધિત છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું કહેવું છે કે 600 કરોડ રૂપિયા કેટલીક કંપનીઓ પાસેથી તેમની પત્ની બિંદુ કપૂર અને ત્રણ પુત્રીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.આ કંપનીનું જોડાણ DHFL સાથે છે. DHFL ના પ્રમોટરો પણ તપાસ હેઠળ છે અને જેલમાં છે.

Share Now