રેલ્વેમાં અપ ડાઉન કરનારા લોકો માટે ખુશખબર : દોઢ વર્ષથી બંધ મંથલી પાસ ફરી વખત શરૂ થયા, ડેઈલી પેસેન્જર્સ પાસ ઈશ્યૂ કરાવી શકશે

213

રેલ્વેના લાખો મુસાફરો માટે ખુશખબર આવી છે. ડેલી પેસેન્જર એટલે કે દરરોજ મુસાફરી કરનારા લોકો માટે રેલ્વેએ ફરી એક વાર મંથલી સીઝન ટિકિટ સેવા શરૂ કરી દીધી છે.હકીકતમાં જોઈએ તો, કોરોનાકાળમાં તમામ સુવિધાઓ સાથે રેલ્વેએ મંથલી પાસ સુવિધા પણ બંધ કરી દીધી હતી. છેલ્લા દોઢ વર્ષથી બંધ માસિક પાસ સુવિધા એટલે કે એમએસટી હવે ફરી એક વાર શરૂ થવા જઈ રહી છે.

આપને જણાવી દઈએ કે, રેલ્વે તરફથી હાલ જેટલી પણ ટ્રેન ચલાવામાં આવી રહી છે,તેમાં અગાઉથી ટિકિટ લેવી જરૂરી છે.બુકીંગ અને અન્ય ચાર્જના નામ પર ટિકિટના વધારે પૈસા આપવા પડે છે.ત્યારે આવા સમયે ડેઈલી પેસેન્જર્સને ખૂબ તકલીફ આવે છે.કારણ કે આવા મુસાફરો એમએસટી અથવા માસિક સીઝનલ ટિકિટ દ્વારા વ્યાજબી ખર્ચે ટ્રેનમાં સફર કરે છે.પણ આ સેવા સ્થિગત થવાના કારણે તેમને વધારે પૈસા ખર્ચ કરવા પડે છે.ત્યારે હવે આ સેવા ફરી વાર શરૂ થવા જઈ રહી છે.જે અપ-ડાઉનર માટે મોટી રાહત લઈને આવ્યુ છે.

Share Now