તાલિબાનના લડવૈયાઓએ પંજશીરને ચારે તરફથી ઘેરી લીધુ, પાકિસ્તાનને ગૃહયુદ્ધનો ડર

485

અફઘાનિસ્તાનના પંજશીરમાં તાલિબાન અને નોર્ધન એલાયંસ વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે.બંને પક્ષો વચ્ચે જે મંત્રણા ચાલી રહી હતી તે નિષ્ફળ ગઈ છે.હવે તાલિબાનનો દાવો છે કે તેણે ખીણને સંપૂર્ણ રીતે ઘેરી લીધી છે.આવી સ્થિતિમાં આગામી દિવસોમાં તાલિબાન અને નોર્ધન એલાયન્સ વચ્ચે ભીષણ અથડામણ થઈ શકે છે.

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર તાલિબાનોએ પંજશીરને ઘેરી લીધું છે.પંજશીર જ એકમાત્ર એવો વિસ્તાર છે જે હજુ તાલિબાનના કબજામાં નથી આવ્યો.તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબજો કર્યો હતો,પરંતુ તેઓ હજુ સુધી પંજશીર પર કબજો કરી શક્યા નથી.

તાલિબાન ઘૂસણખોરીના ચક્કરમાં

શેર-એ-પંજશીર અહેમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદના નેતૃત્વમાં નોર્ધન એલાયન્સ અહીં તાલિબાન સામે સતત લડાઈ લડી રહ્યું છે.છેલ્લા કેટલાક દિવસોમાં પંજાશીરના એટ્રેંસ પર તાલિબાનનો હુમલો વધુ તીવ્ર બન્યો છે,તે સતત ઘૂસણખોરી કરવાની રાહમાં બેઠા છે.

અહમદ મસૂદ ઉપરાંત પોતાને અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કરનાર અમરૂલ્લાહ સાલેહ પણ હાલમાં પંજશીરમાં હાજર છે.અમરૂલ્લાહ સાલેહે ટ્વીટ કર્યું છે કે, પંજશીર દરેક અફઘાન નાગરિકના અધિકારો માટે લડી રહ્યું છે.પંજશીર છેલ્લા શ્વાસ સુધી અફઘાન લોકો માટે લડવાનું ચાલુ રાખશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે કહ્યું કે, જે રીતે વિદેશી સૈનિકો અફઘાનિસ્તાનમાંથી અચાનક પરત ફર્યા છે, તે યોગ્ય નથી.આવી રીતની સ્થિતિ અફઘાનિસ્તાનમાં ગૃહ યુદ્ધ પેદા કરી શકે છે

Share Now