તાલિબાને કહ્યું, કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવો અમારો અધિકાર છે

212

કાબુલ, તા. 03 સપ્ટેમ્બર : અફઘાનિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદી જૂથોને આશ્રય આપવાની ભારતની ચિંતા વચ્ચે તાલિબાને કહ્યું છે કે અમે કાશ્મીર સહિત સમગ્ર વિશ્વને સમર્થન આપીશું.તેમને મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે.જોકે, તાલિબાને કહ્યું કે અમે કોઈ પણ દેશ સામે યુદ્ધ કરવા માંગતા નથી.

એક આંતરરાષ્ટ્રીય મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું કે મુસ્લિમ હોવાના સંબંધે અમે ભારત સહિત સમગ્ર વિશ્વના મુસ્લિમોનો અવાજ બનવાનો અધિકાર ધરાવીએ છીએ.અમે અવાજ ઉઠાવીશુ અને કહીશુ કે મુસ્લિમ પણ આપના જ નાગરિક છે, પોતાના દેશના કાયદા હેઠળ તેમને બરાબરીનો અધિકાર મળવો જોઈએ.

શાહીનનુ આ નિવેદન તાલિબાનના તે છેલ્લા નિવેદનથી બિલકુલ અલગ છે જેમાં આતંકી સમૂહે કહ્યુ હતુ કે કાશ્મીર ભારત, પાકિસ્તાનની વચ્ચેનો મુદ્દો છે અને આ બંને દેશોએ આને વાતચીત દ્વારા ઉકેલવો જોઈએ.

ભારતીય વિદેશ મંત્રાલયે ગુરૂવારે કહ્યુ કે ભારતનો જોર હજુ એ સુનિશ્ચિત કરવા પર છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ભારત વિરૂદ્ધ આતંકી ગતિવિધિઓ માટે ના થાય. આ મુદ્દે બે દિવસ પહેલા કતારમાં ભારતીય રાજદૂત દિપક મિત્તલે તાલિબાનના નેતા મોહમ્મદ સ્ટેનકજઈ સાથે વાતચીત કરી હતી જે સકારાત્મક રહી.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી અનુસાર મોટાભાગના ભારતીયોની વાપસી થઈ ચૂકી છે.નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી કે કેટલા ભારતીય અફઘાનિસ્તાનમાં બાકી છે.લગભગ 20 ભારતીય નાગરિક હજુ પણ ત્યાં ફસાયેલા છે.

Share Now