કેરળમાં નાર્કોટિક્સ જેહાદ હોવાના પાદરીના નિવેદનથી હોબાળો

198

-ડ્રગ્સ કટ્ટરવાદીઓનું નવું હથિયાર
– ધર્મગુરૂઓ ભડકાઉ નિવેદનોથી દુર રહે : કોંગ્રેસ

તિરૂવનંતપુરમ : કેરળમાં એક ચર્ચના પાદરીએ કહ્યું હતું કે કેરળમાં લવ અને નાર્કોટિક જેહાદ ચાલી રહ્યો છે.તેમના આ નિવેદનને ભાજપે સમર્થન આપ્યું હતું જ્યારે કોંગ્રેસે ટીકા કરી હતી.જેને પગલે પાદરીના આ નિવેદનથી ભારે વિવાદ થઇ રહ્યો છે.

ખ્રિસ્તીઓના પાદરી જોસેફ કલ્લારનગટ્ટે કહ્યું હતું કે કેરળમાં મોટી સંખ્યામાં યુવતીઓ લવ જેહાદ અને નાર્કોટિક જેહાદની જાળમાં ફસાઇ રહી છે.જ્યાં હિથયારોનો ઉપયોગ નથી થઇ શકતો ત્યાં કટ્ટકવાદીઓ નાર્કોટિક્સ જેહાદ અને લવ જેહાદનો ઉપયોગ કરે છે.સાયરો માલાબાર ચર્ચના પાદરીના આ નિવેદનની મુસ્લિમ સમાજે પણ ટીકા કરી છે. અને કહ્યું છે કે આ પ્રકારના નિવેદનો કરીને પાદરી કેરળમાં કોમવાદનું વાતાવરણ ઉભુ કરવા માગે છે.

જ્યારે કોંગ્રેસના નેતા અને કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા વી ડી સાથીસને કહ્યું હતું કે ધર્મગુરૂઓ, પાદરીઓ વગેરેએ કોઇ પણ એવું નિવેદન ન કરવું જોઇએ કે જેનાથી સમાજમાં ભાગલા પડે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ કે સુરેન્દ્રને કહ્યું હતું કે પાદરીના દાવા ગંભીર બાબત છે અને તેની તપાસ અને ચર્ચા થવી જોઇએ.પાદરીએ જે પણ કઇ કહ્યું છે તે તેમના અનુભવોના આધાર પર છે.

Share Now