ભારત બંધને લઇ રસ્તા પર ખેડૂતોએ કર્યો ચક્કાજામ, જાણો ગુજરાતમાં અસર છે કે નહીં

200

ત્રણ કૃષિ કાયદાના વોરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે.ભારત બંધની અસર હવે દેખાઈ રહી છે.ઘણા નેશનલ અને સ્ટેટ હાઈ-વે બ્લોક કરી દેવામાં આવ્યા છે.જેથી તંત્રને ઘણા રસ્તાઓને ડાયવર્ટ કરવા પડ્યા છે.ભારત બંધના એલાનને લઇને ટ્રેનની અવરજવર પર પણ મોટી અસર થઇ છે.દિલ્હીથી જતી ઘણી ટ્રેનોને આંદોલનના કારણે રદ કરવામાં આવી છે.વિરોધ કરી રહેલા ખેડૂતોએ સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધી ચક્કાજામ અને વિરોધ કરવાની રણનીતિ તૈયાર કરી છે.ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધીની વધારે હરિયાણા,પંજાબ,દિલ્હી,ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દેખાઈ રહી છે.જોકે ગુજરાતમાં ભારત બંધની કોઈ અસર જોવા મળી નથી.બધુ રાબેતા મુજબ ચાલી રહ્યું છે.

કોંગ્રેસ, RJD, આમ આદમી પાર્ટી,બહુજન સમાજ પાર્ટી,સમાજવાદી પાર્ટી અને ડાબેરી પાર્ટીઓએ ભારત બંધના એલાનને પોતાનું સમર્થન આપ્યું છે.ભારત બંધને ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે.અલગ-અલગ રાજકીય પક્ષોનું ખેડૂત આંદોલનને સમર્થન મળતા સરકાર દ્વારા ખેડૂતોને આંદોલન છોડીને વાતચીતનો રસ્તો અપનાવવા માટેની અપીલ કરી છે.કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું છે કે, સરકાર ખેડૂતોની મુશ્કેલીઓ પર વિચાર કરવા માટે તૈયાર છે. આંદોલનને લઇને ગુરુગ્રામ દિલ્હીની સીમા પર ભારે ટ્રાફિક જોવા મલ્યો છે.

યુપી,હરિયાણા,પંજાબ અને અન્ય રાજ્યોના ખેડૂતો એક સાથે મળીને કૃષિ કાયદા વિરોધમાં છેલ્લા 10 મહિનાથી ધરણા કરી રહ્યા છે.તો ઘણી જગ્યાઓ પર વેપારી,વકીલો અને વિદ્યાર્થીઓ પણ ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધને ટેકો આપી રહ્યા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના 27 જિલ્લાઓમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.આંદોલનને લઇને આજે તમે હાઈ-વે પર જવાનું વિચારી રહ્યા હોય તો સંભાળીને નીકળજો. કારણ કે ખેડૂતોએ મુખ્ય રસ્તાઓ પર ચક્કાજામ કર્યો છે.

ભારત બંધને કારણે હરિયાણામાં નેશનલ અને સ્ટેટ હાઈ-વે પણ બંધ રાખવામાં આવ્યા છે.શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને રજા આપી દેવામાં આવી છે.તો બીજી તરફ હાઇકોર્ટે ફીઝીકલ સુનાવણી પર રોક લગાવી દીધી છે.મુખ્યમંત્રી મનોહર લાલે કહ્યું છે કે, આ લોકશાહી છે.ખેડૂતોએ આંદોલન કરવું જોઈએ, પરંતુ મારી અપીલ છે કે, આંદોલન શાંતિપૂર્ણ રીતે કરવાની છે. કોઈને રોકવા માટે દબાણ ન કરવું.લોકશાહીમાં દરેક વ્યક્તિને તેની વ્યવસ્થા હેઠળ કામ કરવાનો અધિકાર છે.રાજ્યમાં સુરક્ષા કડક કરવામાં આવી છે.

આ ભારત બંધના એલાનમાં મહાગઠબંધન દ્વારા બિહારને લગતા કેટલાક પ્રશ્નો પણ ઉમેરવામાં આવ્યા છે.આ પ્રશ્નોમાં રોજગારીના પ્રશ્ન,યોજનાઓમાં કૌભાંડના પ્રશ્ન,જાતિ વસ્તી ગણતરીનો પ્રશ્ન સહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે.આજે સવારથી જ RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કાર્યકરો રસ્તા પર ઉતરી ગયા છે.આંદોલનકારીઓના કારણે વાહન વ્યહાર ખોરવાઈ રહ્યો છે.

પંજાબના લુધિયાણામાં લાડોવાલ ટોલ પ્લાઝા અને MBD મોલ ફિરોઝપુર રોડ પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.સોમવારે આ રસ્તાઓ સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા છે.શાળાઓ,કોલેજો અને યુનિવર્સિટીઓ પણ બંધ રાખવામાં આવી છે.પરીક્ષાઓ ઓનલાઇન લેવાનું કહેવામાં આવ્યું છે અને શિક્ષકો ઘરેથી જ કામ કરવાનું કહેવામાં આવ્યું છે.તો ઘણી શાળાઓએ પરીક્ષાઓ સ્થગિત કરી છે.ખેડૂતોના સમર્થનમાં ટેક્સી સેવાઓ પણ બંધ રાખવામાં આવી છે.બસ સ્ટેશન બંધ છે અને પેટ્રોલ પંપો પણ બંધ રાખવામાં આવ્યા છે.

Share Now