મુંબઈ ઈન્ક્મટેક્ષ વિભાગે સરકારી ઓફિસો, વચેટીયાઓ પર દરોડા પાડી 1000 કરોડના શંકાસ્પદ વહેવાર શોધી કાઢ્યા

191

– સરકારી મંજૂરીઓ,બદલી-બઢતી ચલાવતી ગેન્ગનો પર્દાફાશ

મુંબઈ : આવકવેરા વિભાગે તાજેતરમાં સરકારી કચેરી / ધારકો તેમજ વચેટીયાઓ પર દરોડા પાડી ૧૦૦૦ કરોડ રૃપિયાના શંકાસ્પદ વહેવારો શોધી કાઢ્યા હતા.આ લોકો કથિત રીતે મહારાષ્ટ્રમાં સરકારી મંજૂરીઓ,બદલી-બઢતી માટે લાંચ લઈ કામો કરી આપતા.આ ઉપરાંત અધિકારઓને તેમના મનપસંદ સ્થળે પોસ્ટીંગ માટે રૃપિયા પડાવતા હતા તેવું સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ)એ ગુરૃવારે જણાવ્યું હતું.આ સંદર્ભે સીબીડીટી અનુસાર તેમણે ૨૩ સપ્ટેમ્બરના રોજ અમૂક ઉદ્યોગપતિઓ,વચેટીયાઓ અને મહારાષ્ટ્ર સરકારની અમૂક સરકારી કચેરી/ધારકો પર દરોડા પાડી ૪.૬ કરોડની રોકડ અને ૩.૪૨ કરોડ રૃપિયાના દાગીના જપ્ત કર્યા હતા.

આવકવેરા વિભાગે લગભગ છ મહિના સુધી ગુપ્ત માહિતી ભેગી કરી ૨૫ રહેણાંક વિસ્તાર અને ૧૫ ઓફિસો પર સર્ચ હાથ ધરી જ્યારે ચાર ઓફિસ પર સર્વે કરી આ કાર્યવાહી પાર પાડી હતી.મુંબઈની એક પ્રખ્યાત ફાઈવસ્ટાર હોટલમાં બે વચેટીયાઓએ કાયમ માટે ક્લાયન્ટ સાથે મીટીંગ યોજવા ભાગે રાખેલ બે સ્યૂટની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન કુલ ૧,૦૫૦ કરોડ રૃપિયાનું શંકાસ્પદ વહેવાર શોધી કાઢી વધુ તપાસ હાત ધરાઈ છે.

Share Now