તિજારોમાં ઉપરથી નીચે સુધી નોટોના છલોછલ બંડલ જોઈને આવકવેરા વિભાગના અધિકારીઓ પણ દંગ, જાણો કોને ત્યાં પડયા દરોડા

254

હૈદ્રાબાદ,તા.12 ઓક્ટોબર : હૈદ્રાબાદ સ્થિત હેટરો ફાર્માસ્યુટિકલ ગ્રૂપ પર આવકવેરા અધિકારીઓએ પાડેલા દરોડામાં નોટોથી ભરેલી તિજોરીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ દરોડા દરમિયાન 142 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે.જેને આવકવેરા વિભાગે સીઝ કરી લીધા છે.જોકે દરોડા દરમિયાન અધિકારીઓએ તિજોરી ખોલી ત્યારે ઉપરથી નીચે સુધી નોટોના બંડલ જોઈને તેઓ પણ આભા બની હતા.
દરોડા દરમિયાન કુલ મળીને 550 કરોડના બિનહિસાબી નાણાનો પર્દાફાશ થયો છે.આ પૈકી 142 કરોડ રૂપિયા તો કેશ મળ્યા છે.હેટરો ફાર્માસ્યુટિકલ પર આવકવેરા વિભાગે 6 રાજ્યોમાં 50 જગ્યાએ દરોડા પાડ્યા હતા.

આવકવેરા વિભાગનુ કહેવુ છે કે, હેટરો ગ્રુપ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના પ્રોડક્શન,ફોર્મ્યુલેશન વગેરેના વ્યવસાયમાં લાગેલુ છે.તેના મોટાભાગના ઉત્પાદનો એક્સપોર્ટ કરવામાં આવ્યા છે.તેના કુલ મળીને 25 દેશોમાં પ્રોડક્શન પ્લાન્ટ છે.કંપનીએ ગયા મહિને જ કહ્યુ હતુ કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર માટે ટોસિલિઝુમેબના બાયોસિમિલર વર્ઝનને ભારત સરકારે ઈમરજન્સી મંજૂરી આપી દીધી છે.આ જ કંપનીએ રશિયન કોરોના વેક્સીન સ્પુતનિકના ભારતમાં નિર્માણ માટે કરાર કરેલા છે.

Share Now