– ડ્રગ્સ પાર્ટી કેસમાં પકડાયેલા આર્યનને હાઈકોર્ટે જામીન આપ્યા હતા
મુંબઈ : મુંબઈ ક્રુઝ શિર રેવપાર્ટી કેસમાં એન્ટી નાર્કોટિક્સ કન્ટ્રોલ (એનસીબી)એ પકડેલા અભિનેતા શાહરૃખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.ડ્રગ્સ પ્રકરણમાં આર્યનની મુંબઈ હોઈ કોર્ટે આપેલી જામીનના વિરોધમાં એનસીબી અધિકારી કદાચ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.હાલ એનસીબી હાઈકોર્ટના જામીન આદેશ બાબતે કાયદેસર સલાહ લઈ રહી હોવાનું કહેવાય છ.ે
ગોવા જઈ રહેલી ક્રુઝ શિપ પર મુંબઈ નજીક સમુદ્રમાં બીજી ઓકટોબરના એનસીબીએ છાપો માર્યો હતો.દરમિયાન નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો.આ મામલામાં ઝીણવટભરી પૂથપરથ બાદ પાર્ટીમાં હાજર આર્યન ખાનની ધરપકડ કરાઈ હતી.કોર્ટે એનસીબીની કસ્ટડી બાદ આર્યનને જયુડિશિયલ કસ્ટડી આપી હતી છેવટે મુંબઈ હાઈકોર્ટે ૨૮ ઓકટોબરના રોજ આર્યન ખાનના જામીન મંજૂર કર્યા હતા.
હાઈકોર્ટે તેના આદેશમાં ઉલ્લેખ કર્યો હતો કે આર્યન તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચો આ ગુનાનું કાવતરું ઘડયું હોવાનું પુરાવા પરથી સ્પષ્ટ થઈ શકતું નથી.આર્યનના મોબાઈલ ફોનની વોટસ એપ ચેટ પરથી કંઈ વાંધાજનક મળી શક્યું નથી.
એનસીબીના આરોપને લઈને શંકા વ્યક્ત કરવામાં આવી હતી.એનસીબીની કાર્યવાહીને લીધે વિવાદ થયો હતો.એનસીબીના અધિકારીની છબી ખરડાય હતી.આમ હવે એનસીબીએ આર્યનની જામીનના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.