ઓમિક્રોનને લીધે મુંબઇ પોલીસે 31 ડિસેમ્બર સુધી કડક નિયમો લાગુ કર્યા

223
  • આજથી 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ

મુંબઇ : મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કારઁણે ચિંતાનું વાતાવરણ છે મુંબઇમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા વધી રહી છે આથી મુંબઇ પોલીસે નવા નિયમો લાગુ કર્યા છે.૩૧ ડિસેમ્બરના પાર્ટીમાં વધુ  ગર્દીની શક્યતા છે.૧૬ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન મુંબઇગરાએ કોરોનાના કડક નિયમોનું પાલન કરવું પડશે.

કાર્યક્રમમાં આયોજક,સહભાગી થનારાનું પૂર્ણપણે રસીકરણ કર્યું હોવાનું જરૃરી છે.દુકાન,મોલ,કાર્યક્રમ, સભામાં હાજર રહેનારાએ બે વેક્સિન લેવી પડશે.આ સિવાય મુંબઇમાં સર્વે સાર્વજનિક પરિવહન સેવામાં પ્રવાસ કરનારી વ્યક્તિએ રસી લેવી જરૃરી છે.આ ઉપરાંત કોઇપણ કાર્યક્રમ,સ્પર્ધા, સભારંભના સ્થળે ક્ષમતા કરતા ૫૦ ટકા લોકો જ ઉપસ્થિત રહી શકશે.ઓડિટોરિયમ,રેસ્ટોરન્ટ,હોલમાં ૫૦ ટકાથી વધુ લોકો તથા ખુલ્લી જગ્યામાં ૨૫ ટકા ક્ષમતાથી વધુ લોકો જમા થઇ શકશે નહી.હોટેલ માલિક કે અન્ય સંબંધિત વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવપાહી કરવામાં આવશે.

ઓમિક્રોનને લીધે ગભક્ષરાટ ફેલાયેલો છે ત્યારે નાતાલ અને નવા વર્ષની ઉજવણી અગાઉ મુંબઇ પોલીસ સતર્ક બની ગઇ છે.અગાઉ ૧૧અને૧૨ ડિસેમ્બરના મોરચા,આંદોલન,વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.મુંબઇમાં બે દિવસ માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી.

Share Now