ચીન સાથે વધી રહેલા ટકરાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિએ 768 અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી આપી

167

વૉશિંગ્ટન તા. 28. ડિસેમ્બર, 2021 મંગળવાર : ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને 2022 માટે અમેરિકાના અધધ.768 અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી આપી દીધી છે.

જોકે તેમાં ઈન્ડો પેસિફિક રિજનમાં મિલિટરી અભિયાન માટે માત્ર સાત અબજ ડોલર ફાળવવામાં આવ્યા છે.આ એજ વિસ્તાર છે જ્યાં ચીન સતત દાદાગીરી કરી રહ્યુ છે અને અહીંયા સાઉથ ચાઈના સીમાં તાઈવાન સાથે ચીનની યુધ્ધ જેવી તંગ સ્થિતિ સર્જાયેલી છે.બજેટનુ મુખ્ય ફોકસ ચીન અને રશિયા સાથે વધી રહેલી પ્રતિસ્પર્ધા પર કરવામાં આવ્યુ છે.

બજેટમાં સૈનિકો અને અધિકારીઓના પગારમાં વધારો પણ સામેલ છે.સાથે સાથે બજેટમાં અત્યાધુનિક હાઈપર સોનિક અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત હથિયારો પર ભાર મુકવામાં આવ્યો છે.

Share Now