ઓમિક્રોનના વધતાં ખતરા વચ્ચે દિલ્હીમાં યલો એલર્ટ,પ્રતિબંધો વધુ કડક થશે

152
  • દિલ્હીમાં GRAP લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, યલો એલર્ટ લાગુ થશે

 દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે શહેરમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કોરોના પ્રતિબંધો વધુ કડક કરવામાં આવશે.જુલાઈમાં અમે ગ્રેડેડ એક્શન રિસ્પોન્સ પ્લાન GRAP બનાવ્યું હતું,જેથી અમે વૈજ્ઞાનિક રીતે નિયંત્રણો લાદી શકીએ.દિલ્હીમાં GRAP લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.યલો એલર્ટ લાગુ થશે.પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે.

દિલ્હીમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના બચાવ નિયમોના અમલીકરણ પર વધુ ધ્યાન આપવાનું કહ્યું હતું.તેમણે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બજારોના વીડિયો આવી રહ્યા છે,ત્યાં ઘણી ભીડ છે,લોકો કોરોના નિવારણના નિયમોનું પાલન નથી કરી રહ્યા.આશા રાખીએ કે લોકો આવું નહીં કરે,નહીં તો અમને બજાર બંધ કરવાની ફરજ પડશે. જેના કારણે લોકોની આજીવિકા પર અસર થશે.કોરોનાના નિવારણને લઈને કડકાઈ કરવામાં આવી રહી છે,તે ફક્ત તમારા લોકો માટે જ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે,બે દિવસથી કોરોના પોઝિટિવ રેટ 0.5 ટકા નોંધાઈ રહ્યો છે.અમે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના લેવલ-1 (યલો એલર્ટ)નો અમલ કરી રહ્યા છીએ.લાગુ થતાં નિયંત્રણો અંગેનો વિગતવાર આદેશ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.તેમણે કહ્યું કે ડરવાની જરૂર નથી, જવાબદાર બનવાની જરૂર છે,કોરોનાના જે કેસ વધી રહ્યા છે તે હળવા લક્ષણોના છે.જો કંઈપણ ખતરો હોય,તો સૌ પ્રથમ હું તમને કહીશ.કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના દર્દીઓને આઇસીયુ,વેન્ટિલેટર કે ઓક્સિજન બેડની જરૂર પડી રહી નથી.તેથી ચિંતાની વાત નથી.આ વખતે આપણે કોરોના વાયરસનો સામનો કરવા માટે 10 ગણા વધુ તૈયાર છીએ.

 

Share Now