કોરોના રિટર્ન્સ : એક જ દિવસમાં 4000 કેસ સામે આવ્યા બાદ હવે દિલ્હીમાં શનિ-રવિ કરફ્યૂ લાગુ કરાશે

170

નવી દિલ્હી, તા. 4. જાન્યુઆરી 2021 બુધવાર : દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસના કારણે હવે રાજ્ય સરકારે વીકએન્ડ કરફ્યુ લગાવવા માટે તૈયારી કરી દીધી છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ કહ્યુ હતુ કે, ઓમિક્રોન વેરિએન્ટનના કારણે જાનનુ જોખમ ઓછુ છે પણ તેનુ સંક્રમણ જેટલુ જલ્દી કાબૂમાં લઈ શકાય તેટલુ સારુ છે અને એટલે અમે નિર્ણય લીધો છે કે, શનિવારે અને રવિવારે દિલ્હીમાં કરફ્યુ લગાવવામાં આવશે.તેમણે સાથે સાથે કહ્યુ હતુ કે, દિલ્હીમાં જેટલી પણ સરકારી ઓફિસોમાં છે તેમાં જરુરી કામ કરનારા કર્મચારીઓના બાદ કરતા બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 4000 નવા કેસ સામે આવ્યા બાદ સિસોદિયાએ કહ્યુ તહુ કે, પ્રાઈવેટ ઓફિસોમાં પણ 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે.બસ અને મેટ્રોમાં માસ્ક વગર મુસાફરી કરવાની પરવાનગી આપવામાં નહીં આવે.દિલ્હીમાં કોરોનાના કેસ વધવાની સાથે સાથે પોઝિટિવિટી રેટ પણ 6.46 ટકા થઈ ગયો છે.

Share Now