કોરોનાના વધતાં જતાં કેસો વચ્ચે દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ લાગુ, સરકારી કચેરીઓ માટે વર્ક ફ્રોમ હોમ

193
  • દિલ્હીમાં કોરોનાના વધતાં જતાં કેસો વચ્ચે વીકએન્ડ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

 દિલ્હી : દિલ્હીમાં કોરોનાના વધતાં જતાં કેસો વચ્ચે વીકએન્ડ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ દરમિયાન બિનજરૂરી કામ માટે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે.આ સિવાય ખાનગી ઓફિસોમાં માત્ર 50 ટકા કર્મચારીઓ જ હાજર રહેશે.દિલ્હી મંગળવારે દિલ્હી-ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકમાં આ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી.દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી.

મનીષ સિસોદિયાએ કહ્યું કે,શનિવાર અને રવિવારે વીકએન્ડ કર્ફ્યુ દરમિયાન ફક્ત આવશ્યક કામોને જ મંજૂરી આપવામાં આવશે,એટલે કે બિનજરૂરી અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.આવશ્યક સેવાઓ ઉપરાંત અન્ય તમામ સરકારી કચેરીઓને વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે,જ્યારે ખાનગી ઓફિસોમાં મહત્તમ 50 ટકા હાજરી લાગુ રહેશે.

દિલ્હી સરકારે બસ અને મેટ્રોને 100 ટકા ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી આપી છે. સિસોદિયાએ કહ્યું કે,બસો અને મેટ્રો 100 ટકા ક્ષમતા સાથે ચાલશે,પરંતુ દરેક માટે માસ્ક પહેરવું ફરજિયાત છે.મેટ્રો સ્ટેશનની બહાર અને બસ સ્ટોપ પર ભીડને નિયંત્રિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હીમાં કોરોના સંક્રમણ દર 5 ટકાથી ઉપર પહોંચી ગયો છે.સોમવારે સંક્રમણના 4,099 નવા કેસ નોંધાયા હતા, રવિવાર કરતા 28 ટકા વધુ છે.સ્વાસ્થ્ય વિભાગના ડેટા અનુસાર,છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોવિડ-19ના એક દર્દીનું મોત થયું છે.સંક્રમણ દર વધીને 6.46 ટકા થયો છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

Share Now