શિખર પાન મસાલા ગ્રુપનાં અનેક સ્થળોએ દરોડા કરોડોની કર ચોરીની શંકા : બેની અટકાયત

358

– પીયુષ જૈનનાં કાનપુર અને કનૌજનાં સ્થળોએ પડાયેલા દરોડા દરમિયાન મળેલી કડી ઉપરથી આ દરોડા પાડવામાં આવ્યા હતા

કાનપુર : દેશના સૌથી મોટા પાન મસાલા ગ્રુપ પૈકીના એક શિખર ગ્રુપ ઉપર ડી.જી.જી.આઈ.એ દરોડા પાડયા હતા. આ કાર્યવાહી GST ગુપ્ત મહાનિદેશાલયની અમદાવાદ વીંગના હાથમાં છે.આ વિંગે જ રૂ. ૨૦૦ કરોડના કૌભાંડી મનાતા પીયુષ જૈનનાં વિવિધ સ્થળો ઉપર દરોડા પાડયા હતા.શિખર-ગ્રુપ ઉપર આ દરોડા પાડયા પછી તેની બે મુખ્ય વ્યક્તિઓની અટકાયત કરાઇ હતી અને કેટલાએ કલાકોની પુછપરછ પછી તેમને છોડી દેવાયા હતા.

આ અંગે સૂત્રો જણાવે છે કે તેનો સંબંધ પીયુષ જૈનનાં સ્થળોએથી મળેલા રૂ. ૨૦૦ કરોડ સાથે પણ છે.અમદાવાદમાં ગણપતિ રોડ લાઇન્સના ચાર ટ્રકોમાંથી શિખર પાન મસાલા પકડાયા પછી તે ગ્રુપ તપાસ એજન્સીઓના નિશાન પર હતું.પીયુષ જૈનના કાનપુર અને કનૌજ સ્થિત ઘરોમાંથી ગેરકાયદે લાગતા રૂ. ૨૦૦ કરોડ જપ્ત થયા પછી તપાસ શિખર જૂથ તરફ વળી હતી.તેમાં તે ગૂ્રપે કરેલી ટેક્સ ચોરીની સાબિતીઓ મળી હોવાનું કહેવાય છે.આ દરોડા સીલ કરાયેલા દસ્તાવેજોના માઇક્રો ઓડીટિંગ પછી પાડવામાં આવ્યા હતા. જો કે હજી સુધી તેની વિગતો જાણવા મળી નથી.

કાનપુરનાં કલેકટર ગંજમાંથી DGGI દ્વારા અટકાયત કરેલો પોલીથીન ઉત્પાદક ગૌરવ જયસ્વાલ પણ ફસાયો છે.દેશી જર્દા અને ખૈની બનાવવાવાળી કંપનીના માલિક પ્રેમચંદ પાંડેય ઉર્ફે પન્નુ પણ પેકેજિંગ મટીરીયલ સાથે બનાવટી બીલીંગ કરવાના આક્ષેપોને લીધે પુછપરછ માટે અટકાયતમાં લેવાયો છે.

Share Now