હોસ્પિટલમાં થયેલાં મૃત્યુ, ડેથ સર્ટિફિકેટના આંકડાના સ્ટડીના આધારે દાવો, કોરોનાથી 4.83 લાખ નહિ, પરંતુ 32 લાખનાં મોત થયાં છે

412

વિશ્વના જાણીતા જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયો સ્ટડી : આ સ્ટડી 6 જાન્યુઆરી 2022ના રોજ જાણીતા જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયો છે.એનું ટાઈટલ-‘કોવિડ મોર્ટાલિટી ઈન ઈન્ડિયા:નેશનલ સર્વે ડેટા એન્ડ હેલ્થ ફેસિલિટી ડેથ્સ’.આ સ્ટડી યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના પ્રોફેસર પ્રભાત ઝાના નેતૃત્વમાં ઈન્ટરનેશનલ સિસર્ચર્સની એક ટીમે કર્યો છે.એમાં દેશમુખ,ચિન્મય તુંબે,વિલ્સન સૂરવીર,અદિત ભૌમિક,સંકલ્પ શર્મા,પોલ નોવોસૈડ,જી હાંગ ફુ લેસ્લી ન્યૂકોમ્બી,હેલેન જેલબૈંડ અને પૈટ્રિક બ્રાઉન સામેલ છે.

સ્ટડી માટે બે સરકારી અને એક સ્વતંત્ર સોર્સમાંથી લેવામાં આવ્યા ડેટા : આ સ્ટડી માટે એક વ્યક્તિગત સોર્સ CVoterનો સહારો લેવામાં આવ્યો છે.એના માટે દેશનાં તમામ રાજ્યોના 1.40 લાખ લોકો સાથે ટેલિફોનિક વાતચીત કરીને મહામારીને ટ્રેક કરવામાં આવી છે.આ સિવાય ભારત સરકારની હોસ્પિટલમાં મૃત્યુના ડેટા અને 10 રાજ્યની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં નોંધાયેલાં મૃત્યુના રજિસ્ટ્રેશનના આંકડાઓને આધાર બનાવવામાં આવ્યો છે.

કોરોનાથી થયેલાં મૃત્યુ અંગે ત્રણ મોટી વાત બહાર આવી : CVoterએ દેશના 1.40 લાખ લોકોને કોલ કર્યો અને કેટલાક સવાલ પૂછ્યા.પ્રથમ સવાલ એવો પૂછવામાં આવ્યો કે શું તેમના ઘરમાં મૃત્યુ થયું છે,ક્યારે થયું છે,આ મૃત્યુ કોવિડથી થયું હતું કે કોઈ અન્ય કારણથી થયું હતું.આ બધા જવાબોનું એકસાથે મળીને એનાલિસિસ કરવામાં આવ્યું. એને પગલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

  • જૂન 2020થી જુલાઈ 2021ની વચ્ચે થયેલાં કુલ મૃત્યુમાં 29 ટકા મૃત્યુ કોરોનાને કારણે થયાં હતાં.જો બધા જ મૃત્યુનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો 32 લાખે પહોંચે છે.એમાં 27 લાખનાં મૃત્યુ તો માત્ર એપ્રિલ 2021થી જુલાઈ 2021 દરમિયાન થયાં હતાં.
  • આ રીતે જ્યારે દેશની 2 લાખ હોસ્પિટલમાં કોરોના મહામારી પહેલાં અને કોરોના મહામારી આવ્યા પછી મૃત્યુના આંકડાની સરખામણી કરવામાં આવી તો એમાં 27 ટકાનો વધારો જોવા મળ્યો.એવો અંદાજ લગાવવામાં આવ્યો કે આ વધેલાં મૃત્યુ કોરોનાને કારણે થયાં હશે.
  • આ જ રીતે સરકારના સિવિલ રજિસ્ટ્રેશનના ડેટાને મોનિટર કરવામાં આવ્યા.10 રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુના રજિસ્ટ્રેશનમાં 26 ટકાનો વધારો નોંધાયો છે.

આ તમામ ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યું,એટલે એ વાત બહાર આવી કે સપ્ટેમ્બર 2021 સુધીમાં દેશમાં કોરોનાને કારણે થયેલાં મૃત્યુનો આંકડો સરકારના રેકોર્ડમાં નોંધાયેલા આંકડાથી 6-7 ગણો વધુ છે.

રિસર્ચરનો દાવોઃ ભારતમાં મોટે પાયે મૃત્યુનું અંડર રિપોર્ટિંગ : 6 મહિના પહેલાં eLifeમાં એક સ્ટડી બહાર પાડવામાં આવ્યો હતો,જેમાં મહામારી પહેલાં અને મહામારી દરમિયાન થયેલાં મૃત્યુનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું.એમાં એ વાત બહાર આવી કે કોરોનાથી થયેલાં મૃત્યુને ઓછાં બતાવવાનો ટ્રેન્ડ સમગ્ર વિશ્વમાં છે.રશિયામાં નોર્મલથી 4.5 ગણા વધુ મૃત્યુ થયાં,જે કોરોનાના ઓફિશિયલ આંકડાઓ કરતાં ઘણા વધુ છે.આ સિવાય તાજિકિસ્તાન,ઉઝ્બેકિસ્તાન,બેલારૂસ અને ઈજિપ્તમાં પણ આવો ટ્રેન્ડ જોવા મળ્યો.

આ સ્ટડીમાં સામેલ ચિન્મય તુંબેએ નવેમ્બરમાં બિઝનેસ લાઈનને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ઓછા કેસ નોંધવામાં આવ્યા છે,જોકે અમારા રિસર્ચે એ વાતને દર્શાવી કે ભારતના આંકડાઓમાં કેટલું મોટું અંતર છે.રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે જો અમારી ગણતરી સાચી છે તો WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ પણ એના ડેટામાં સુધારો કરવો જોઈએ,જે 1 જાન્યુઆરી 2022 સુધીમાં સમગ્ર વિશ્વમાં 54 લાખ લોકોનાં મૃત્યુ થયાં હોવાની માહિતી આપે છે.

Share Now