યુપીઃ નિષાદ પાર્ટીનું ભાજપ સાથે જોડાણ, 15 બેઠકો પર ચૂંટણી લડવા સમજૂતિ

164
  • દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓ સાથે મળીને સોમવારે બેઠકો નક્કી કરાશે

 નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં નિષાદ પાર્ટી ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડશે.નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદે જણાવ્યું કે નિષાદ પાર્ટી ઉત્તર પ્રદેશમાં ભાજપ સાથે ગઠબંધનમાં 15 બેઠકો પર ચૂંટણી લડશે.તેમણે જણાવ્યું કે નિષાદ પાર્ટી કઈ કઈ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડશે તેનો નિર્ણય સોમવારે દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓ સાથે વાતચીત બાદ કરાશે.

નિષાદ પાર્ટી ઉત્તર પ્રદેશમાં 15 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે.2019માં લોકસભા ચૂંટણી વખતે નિષાદ પાર્ટીએ ભાજપ સાથે સમજૂતિ કરી હતી.ત્યારે નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.સંજય નિષાદના પુત્ર પ્રવીણ નિષાદને ભાજપે સંતકબીરગરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા અને તેઓ ચૂંટણીમાં વિજયી બન્યા હતા.2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપે ડો.સંજય નિષાદને એમએલસી બનાવી દીધા હતા.હવે બેઠકોની ફાળવણી પર સહમતિ થઈ છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 બેઠકો પર 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ વચ્ચે સાત તબક્કામાં મતદાન યોજાશે.10 માર્ચ 2022ના ઉત્તર પ્રદેશ સાથે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

Share Now