ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 58 હજાર કેસ નોંધાયા, ઓમિક્રોનના કેસ 8 હજારને પાર

405
  • સંક્રમણ દરની વાત કરીએ તો દૈનિક સંક્રમણ દર 19.65 ટકા અને સાપ્તાહિક સંક્રમણ દર 14.41 ટકા પર

નવી દિલ્હી,તા.17 જાન્યુઆરી,સોમવાર : દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ તેમાં થોડી રાહત પણ જણાઈ રહી છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 લાખ 58 હજાર કરતાં પણ વધારે કેસ સામે આવ્યા હતા.જોકે આ આંકડો ગઈકાલના કેસની સરખામણીએ 13,113 જેટલો ઓછો છે.રવિવારે દેશમાં કોરોનાના નવા 2,71,202 કેસ સામે આવ્યા હતા.હાલ ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16 લાખ કરતાં પણ વધારે છે.

હેલ્થ મિનિસ્ટ્રીના અહેવાલ પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,58,089 કેસ સામે આવ્યા અને 1,51,740 લોકો રિકવર થયા.છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 385 લોકોના મોત થયા.સંક્રમણ દરની વાત કરીએ તો દૈનિક સંક્રમણ દર 19.65 ટકા અને સાપ્તાહિક સંક્રમણ દર 14.41 ટકા પર છે.

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની વાત કરીએ તો ભારતમાં તેના કેસની સંખ્યા 8,209 થઈ ગઈ છે.ગઈકાલના આંકડાની સરખામણીએ તેમાં 6.02 ટકાનો વધારો થયો છે.

Share Now