અમિતાભ બચ્ચનને ચઢ્યો દેશભક્તિનો રંગ,તિરંગાના રંગમાં રંગી દાઢી

389

અન્ય એક પોસ્ટમાં અમિતાભ બચ્ચને પોતાના ઘરની બહાર જામેલી ચાહકોની ભીડનો ફોટો શેર કર્યો છે

નવી દિલ્હી,તા.26 જાન્યુઆરી,બુધવાર : આજે 73મા ગણતંત્ર દિવસને લઈ દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે તથા સૌના દિલમાં ગર્વ અને દેશભક્તિની ભાવના છે.તેવામાં બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને આ ખાસ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.હંમેશાની માફક આ વર્ષે પણ અમિતાભ બચ્ચને દેશભરના લોકોને એક ખાસ પોસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી છે.

દેશભક્તિના રંગમાં રંગાયા બિગ બી
અમિતાભ બચ્ચન ગણતંત્ર દિવસ નિમિત્તે સંપૂર્ણપણે દેશભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે.તેમણે આજના ખાસ દિવસે પોતાનો ખૂબ જ ખાસ ફોટો શેર કર્યો છે જે સૌનું ધ્યાન આકર્ષી રહ્યો છે.અમિતાભ બચ્ચને પોતાની દાઢીને તિરંગાના રંગમાં રંગી છે.વ્હાઈટ શર્ટ પહેરેલા અમિતાભ બચ્ચનની તિરંગાના રંગે રંગાયેલી દાઢી તેમના ચાહકોને ખૂબ જ ઈમ્પ્રેસ કરી રહી છે.

અમિતાભ બચ્ચને ગણતંત્ર દિવસની 73મી વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવતા લખ્યું હતું કે,’ગણતંત્ર દિવસની અનેકોનેક શુભેચ્છાઓ.’

અન્ય એક પોસ્ટમાં અમિતાભ બચ્ચને પોતાના ઘરની બહાર જામેલી ચાહકોની ભીડનો ફોટો શેર કર્યો છે.ફોટોમાં જોઈ શકાય છે કે,અભિનેતાના ઘરના ગેટ પર ચાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે અમે મહાનાયક તેમના સામે ઉભા છે.જોકે આ જૂનો ફોટો લાગી રહ્યો છે કારણ કે,કોવિડના સમયમાં આટલી ભીડ જામે તે શક્ય નથી.

Share Now