લાલ કિલ્લા કેસના આરોપી દીપ સિદ્ધુના મૃત્યુ અંગે NRI મિત્રએ આપ્યું આવું કારણ

206

– રીના 13 જાન્યુઆરીના રોજ અમેરિકાથી આવી હતી અને તેઓ બંને ગુરૂગ્રામ ખાતે ઓબેરૉય હોટેલમાં રોકાયા હતા

નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી, 2022, બુધવાર : પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું મંગળવારે રાતે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે.દુર્ઘટના સમયે એક મહિલા મિત્ર પણ તેમના સાથે કારમાં હતી.હાલ તેણી હોસ્પિટલમાં છે અને તેનું સ્વાસ્થ્ય સારૂં છે.જાણવા મળ્યા મુજબ રાતે આશરે 09:30 કલાક આસપાસ આ દુર્ઘટના બની હતી.દુર્ઘટના બાદ પોલીસ ટ્રક ડ્રાઈવરને શોધી રહી છે અને દીપની મહિલા મિત્રની પુછપરછ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે,ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હીમાં જે હિંસા ભડકી તે સમયે દીપ સિદ્ધુ ચર્ચામાં આવ્યા હતા.લાલ કિલ્લા પર ઝંડો ફરકાવવાના અને હિંસા ભડકાવવાના આરોપસર તેમના વિરૂદ્ધ કેસ નોંધાયો હતો.

દીપ સિદ્ધુ દિલ્હીથી બઠિંડા જઈ રહ્યા હતા ત્યારે હરિયાણા ખાતે વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે પર ખરખૌદા પાસે આ અકસ્માત થયો હતો.ગાડીમાં તેમના સાથે તેમની એનઆરઆઈ મિત્ર રીના રાય પણ હતી. દીપ સિદ્ધુ પોતે જ કાર ડ્રાઈવ કરી રહ્યા હતા અને તેમની સ્કોર્પિયો એક ટ્રકમાં ઘૂસી ગઈ હતી.દુર્ઘટના બાદ દીપને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેમને બ્રોટ ડેડ ઘોષિત કરવામાં આવ્યા હતા.

અકસ્માત એટલો ગમખ્વાર હતો કે,સિદ્ધુની ગાડી આશરે 20થી 30 મીટર ઘસડાઈ હતી અને ગાડીનો આગળનો હિસ્સો સાવ ચકનાચૂર થઈ ગયો હતો.પોલીસના કહેવા પ્રમાણે દુર્ઘટના સમયે 22 ટાયર ટ્રક રસ્તાની સાઈડમાં ઉભો નહોતો પરંતુ કેએમપી પર દોડી રહ્યો હતો અને પાછળથી પૂરપાટ ઝડપે સ્કોર્પિયો તેમાં ઘૂસી ગઈ હતી.

અકસ્માત બાદ રીનાએ ફોન દ્વારા કેટલાક લોકોને જાણ કરી હતી અને કેએમપી ખાતે ઉપસ્થિત એમ્બ્યુલન્સ અને ત્યાં રહેલા લોકોએ દીપને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.રીનાના કહેવા પ્રમાણે તે 13 જાન્યુઆરીના રોજ અમેરિકાથી આવી હતી અને તેઓ બંને ગુરૂગ્રામ ખાતે ઓબેરૉય હોટેલમાં રોકાયા હતા.અકસ્માત થયો તે સમયે તેને ઉંઘ આવી ગયેલી અને હાલ ટ્રક ડ્રાઈવર ફરાર છે.

Share Now