ક્રીમિયા સરહદે મિલિટ્રી ડ્રીલ સમાપ્ત, રશિયાએ પોતાની સેના પાછી હટાવી

198

નવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી, 2022, બુધવાર : એએફપી ન્યૂઝના અહેવાલ પ્રમાણે રશિયાએ ક્રીમિયા મિલિટ્રી ડ્રીલ્સના અંતની જાહેરાત કરી છે અને સૈનિકોની વાપસી ચાલુ છે.રશિયાએ બુધવારે ભૂ-રાજકીય તણાવ ઘટાડવાની જાહેરાત કરતા કહ્યું કે,તે ક્રીમિયા સૈન્ય અભ્યાસનું સમાપન કરી રહ્યું છે.મોસ્કોના કહેવા પ્રમાણે સૈનિકોની વાપસી ચાલુ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાને આકરી ચેતવણી આપી ત્યાર બાદ રશિયાના તેવર થોડી ઢીલા પડ્યા હતા.મંગળવારે રશિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઈગોર કોનશેન્કોવે યુક્રેન સરહદ પર તૈનાત કેટલીક સેનાની ટુકડીઓને પરત બોલાવી લેવાઈ હોવાની માહિતી આપી હતી જે યુદ્ધ ટળ્યાના પહેલા નિશાન સમાન કહી શકાય.

જો બાઈડેને સ્પષ્ટ કહ્યું હતું કે,તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ નથી ઈચ્છતા પરંતુ જો રશિયાના હુમલાથી યુક્રેનમાં અમેરિકનો ટાર્ગેટ બન્યા તો તેનો આકરો જવાબ મળશે.બાઈડેને કહ્યું હતું કે,અમે યુક્રેન પર રશિયાના હુમલાનો નિર્ણાયક જવાબ આપવા માટે તૈયાર છીએ.

આ બધા વચ્ચે મંગળવારે રશિયાએ કહ્યું કે,સૈન્ય અભ્યાસમાં ભાગ લઈ રહેલી સેનાની ટુકડીઓ પોતાના સૈન્ય અડ્ડા પર પરત ફરવા લાગી છે.

Share Now