ભાગલા પાડો, રાજ કરો તે કોંગ્રેસની નીતિ છે : મોદીના ચન્ની પર ચાબખા

412

– પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ દિલ્હી,બિહાર,યુપીના ‘ભૈયા’ શબ્દ વાપરતા વિવાદ બિહાર,યુપીના લોકોનું અપમાન,પ્રાંતવાદી વિચારધારા ધરાવતા પંજાબના મુખ્યમંત્રીપદને લાયક નથી : પીએમ પંજાબના વિકાસમાં બિહારીઓનું કેટલુ યોગદાન છે તે ચન્નીને ખ્યાલ જ નહી હોય : નીતીશે પણ જવાબ આપ્યો ઉત્તર પ્રદેશમાં પિતા મુલાયમે પુત્ર અખિલેશ માટે મત માગ્યા,વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ રેલીને સંબોધી
નવી દિલ્હી : વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની પર આકરા પ્રહારો કર્યા હતા.ચન્નીએ યુપી,બિહાર,દિલ્હીના ભૈયા શબ્દો વાપર્યા હતા જેને ટાંકીને મોદીએ કહ્યું હતું કે જે લોકો આ પ્રકારના ભાગલાવાદી વિચારો ધરાવે છે તેમને સત્તામાં રહેવાનો કોઇ જ અિધકાર નથી.પંજાબમાં એક રેલીને સંબોધતા મોદીએ આ પ્રહારો કર્યા હતા.
પંજાબમાં આગામી 20મી તારીખે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે.એવામાં ઉત્તર પ્રદેશ ઉપરાંત પંજાબ પર હાલ બધા જ નેતાઓનું ધ્યાન વધુ કેન્દ્રીત છે.એવામાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીએ મંગળવારે એક રેલીમાં વિવાદિત નિવેદન આપ્યું હતું.ચન્નીએ કહ્યું હતું કે પંજાબની જનતા દિલ્હી,ઉત્તર પ્રદેશ અને બિહારના ભૈયાઓને પંજાબમાં પ્રવેશતા અટકાવે.

આમ આદમી પાર્ટીને ટાંકીને તેમણે આ નિવેદન કર્યું હતું.જોકે તેને લઇને ભારે વિવાદ થયો હતો અને હવે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કુદ્યા હતા.મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા લોકોને પ્રાંતમાં વહેચીને સત્તા મેળવવા માગે છે.પંજાબમાં બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો બહુ જ મદદરૂપ કામ કરી રહ્યા છે એવામાં તેમનું અપમાન કરતું નિવેદન પંજાબના મુખ્યમંત્રીએ આપ્યું છે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવે પ્રથમ રેલીને સંબોધી હતી અને પોતાના પુત્ર અખિલેશ યાદવ માટે મત માગ્યા હતા.મુલાયમે આ રેલી ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં સંબોધી હતી,

20મી તારીખે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કા માટે મતદાન યોજાશે.જેમાં અખિલેશ યાદવની સામે ભાજપે કેન્દ્રીય મંત્રી એસબી સિંહ બઘેલને મેદાને ઉતાર્યા છે.મુલાયમસિંહ યાદવે આ વિસ્તારમાં રેલીને સંબોધીને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની જનતાને ગરીબી અને બેરોજગારી દુર કરવાનો જવાબ જોઇએ છે,

આ જવાબ સમાજવાદી પાર્ટીની નીતિઓમાં સામેલ છે.બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની પર આકરા પ્રહાર કર્યા હતા. નીતીશે કહ્યું હતું કે ચન્નીને ખ્યાલ જ નથી કે બિહારના કેટલા લોકોએ પંજાબના વિકાસમાં યોગદાન આપ્યું છે.

Share Now