રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા હુમલાની સચ્ચાઈ દેખાડશે આ ફિલ્મ, સીન પેન કીવ ખાતે કરી રહ્યા છે શૂટિંગ

386

અમદાવાદ, તા. 26 ફેબ્રુઆરી, 2022, શનિવાર : રશિયાએ ગુરૂવારે યુક્રેન પર હુમલો કરી દીધો હતો.દ્વિતીય વિશ્વયુદ્ધ બાદની આ સૌથી વિશાળ સૈન્ય કાર્યવાહી છે.આ ઐતિહાસિક ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે ફિલ્મ નિર્માતા અને અભિનેતા સીન પેન હાલ યુક્રેનમાં છે.તેઓ વર્તમાન સ્થિતિ અંગેની એક ડોક્યુમેન્ટ્રી તૈયાર કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા પૃષ્ટિ

તાજેતરમાં રાષ્ટ્રપતિ કાર્યાલયે ફેસબુક દ્વારા આ અંગેની જાણકારી આપી હતી.ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘પેન એ પ્રેસ બ્રીફિંગમાં ભાગ લીધો, નાયબ વડાપ્રધાન ઈરીના વીરેશચુકની મુલાકાત લીધી તથા પત્રકારો અને સૈન્ય કર્મચારીઓ સાથે રશિયન આક્રમણ અંગે વાત કરી.’ અન્ય એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ કાર્યાલયે લખ્યું હતું કે,’સીન પેન એ એવા સાહસનું પ્રદર્શન કર્યું જેની અન્ય ઘણાં, વિશેષરૂપે પશ્ચિમી રાજનેતાઓમાં ઉણપ છે.નિર્દેશક વિશેષરૂપે યુક્રેનમાં બનતી તમામ ઘટનાઓ રેકોર્ડ કરવા અને વિશ્વને અમારા દેશ પરના રશિયાના આક્રમણ અંગે સત્ય બતાવવા કીવ આવ્યા હતા.’

કોણ છે સીન પેન?

સીન પેન અગાઉ ગત વર્ષે નવેમ્બર મહિનામાં પણ એક પ્રોજેક્ટ અંતર્ગત કીવ ગયા હતા. તેમણે શેર કરેલી તસવીરો પરથી ખબર પડે છે કે,તે સમયે તેમણે ડોનેટ્સ્ક ક્ષેત્ર પાસે યુક્રેનની સશસ્ત્ર દળોની અગ્રિમ પંક્તિનો પ્રવાસ ખેડ્યો હતો.ઉલ્લેખનીય છે કે,ઓસ્કાર વિજેતા વર્ષોથી અનેક આંતરરાષ્ટ્રીય, માનવીય અને યુદ્ધવિરોધી પ્રયત્નોમાં સામેલ રહ્યા છે.તે સિવાય તેમણે 2010ના ભૂકંપો બાદ બિનનફાકારી આપદા રાહત સંગઠન કોરની સ્થાપના કરી હતી.તે અંગે ‘સિટીજન પેન’ નામની ડોક્યુમેન્ટ્રીમાં પણ બતાવવામાં આવ્યું છે.

Share Now