પુતિનને જીવતા કે મરેલા પકડનારને 10 લાખ ડોલરનુ ઈનામ, રશિયન બિઝનેસમેનની જાહેરાત

461

મોસ્કો, તા. 4. માર્ચ 2022 શુક્રવાર : યુક્રેન પરના આક્રમણને લઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો રશિયામાં પણ વિરોધ થઈ રહ્યો છે.
હવે રશિયાના બિઝનેસમેન એલેક્સ કોન્યાખિને પુતિનના માથા પર એક મિલિયન ડોલરનુ ઈનામ જાહેર કર્યુ છે.પોતાના સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ શેર કરી છે અને કહ્યુ છે કે,વોન્ટેડ જીવતા કે મરેલા,ફોર માસ મર્ડર….એલેક્સે પોસ્ટમાં કહ્યુ છે કે,પુતિનની વોર ક્રિમિનલ તરીકે જે કોઈ ધરપકડ કરે તેને એક મિલિયન ડોલરનુ ઈનામ આપવામાં આવશે.

જોકે ફેસબૂકે આ પોસ્ટને નિયમોનુ ઉલ્લંઘન ગણાવીને હટાવી દીધી છે.એલેક્સે તેના પર સફાઈ આપતા કહ્યુ છે કે,મેં લોકોને પુતિનને મારવા માટે નથી કહ્યુ.મારો ઈરાદો એ છે કે,તેમની સામે કાર્યવાહી થવી જોઈએ .

ઉલ્લેખનીય છે કે,આ યુધ્ધ યુક્રે્ન અને રશિયા બંને માટે તબાહી સર્જનાર બની રહ્યુ છે.રશિયન ઈકોનોમીને પ્રતિબંધના કારણે અને સૈનિકો જીવ ગુમાવી રહ્યા હોવાથી ફટકો પડી રહ્યો છે.જ્યારે યુક્રેનમાં રશિયાએ ચારે તરફ બરબાદી સર્જી છે.

પુતિન માટે ઈનામ જાહેર કરનાર એલેક્સ કોન્યાખિન પચાસ વર્ષના છે.તેમના પર રશિયન એક્સચેન્જ બેન્ક સાથે 8 મિલિયન ડોલરનો ગોટાળો કરવાનો આરોપ લાગી ચુકયો છે.એ પછી તેમણે અમેરિકામાં આશ્રય લીધો છે.

તેમણે દાવો કર્યો છે કે,પુતિન રશિયન રાષ્ટ્રપતિ નથી.કારણકે તેમણે નિષ્પક્ષ ચૂંટણીઓને ખતમ કરી નાંખી છે અને પોતાના વિરોધીઓની હત્યા કરીને બંધારણનુ ઉલ્લંઘન કર્યુ છે.

Share Now