યુક્રેને ભારતના નાગરિકોને બળજબરીપૂર્વક ખારકીવ અને સુમીમાં રાખ્યા છે, યુએનમાં રશિયાનો ફરી આક્ષેપ

157

મોસ્કો, તા. 5. માર્ચ. 2022 શનિવાર : યુનાઈટે નેશન્સ દ્વારા બોલાવાયેલી ઈમરજન્સી મિટિંગમાં રશિયાએ ફરી આક્ષેપ કર્યો છે કે,રશિયાની સેના યુક્રેનમાં ફસાયેલા વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

રશિયાના યુએનના સ્થાયી પ્રતિનિધિ વાસિલિ નેંબેજિયાએ કહ્યુ હતુ કે,યુક્રેનના રાષ્ટ્રવાદી લોકોએ 3700 કરતા વધારે ભારતીય નાગરિકોને પૂર્વ યુક્રેનના ખારકીવ તેમજ સુમી શહેરોમાં બળજબરીથી રાખ્યા છે.

રશિયાએ કહ્યુ હતુ કે,ભારતીય વિદ્યાર્થીઓ સહિત વિદેશી નાગરિકોને યુક્રેનમાં બળજબરીથી રહેવા મજબૂર કરાઈ રહ્યા છે.આ આંકડો પણ ચોંકાવનારો છે.ખારકીવમાં ભારતના 3189,ચીનના 202 અને વિયેતનામના 2700 નાગરિકો ફસાયેલા છે.આ સીવાય સુમીમાં ભારતના 576 નાગરિકો,ઘાનાના 101 નાગરિકો અને ચીનના 201 નાગરિકો ફસાયેલા છે.

Share Now