Happy Birthday Anupam Kher: એક વખત માતાના પૈસા ચોર્યા હતા અને પોલીસ બોલાવાયેલી

366

મુંબઈ, તા. 07 માર્ચ, 2022, સોમવાર : બોલિવુડ અભિનેતા અનુપમ ખેર ફિલ્મ ઉદ્યોગનું એક પ્રખ્યાત નામ છે.ફિલ્મ લાઈન ક્ષેત્રે કારકિર્દી દરમિયાન તેમણે પોતાની એક્ટિંગ સ્કીલના જોરે લાખો ચાહકો મેળવ્યા છે.હાલ તેઓ મોટા ભાગે વર્તમાન પેઢીના અભિનેતાઓ સાથે પિતાની ભૂમિકા ભજવતા જોવા મળે છે.તેઓ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના વીડિયો શેર કરતા હોય છે.

અનુપમ ખેરે પોતાના જીવનની એક ઘટના પોતાના ચાહકો સાથે શેર કરી હતી.હકીકતે તેમણે કોલેજના દિવસો દરમિયાન પોતાની માતા પાસેથી 118 રૂપિયા ચોરી લીધા હતા.તે સમયે તેઓ પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા.આજે 07 માર્ચના રોજ અનુપમ ખેરનો જન્મ દિવસ છે ત્યારે તેમના જીવનનો આ પ્રસંગ તમારા સાથે શેર કરીએ છીએ.

એક ઈન્ટરવ્યુ દરમિયાન અનુપમ ખેરે જણાવ્યું હતું કે,ઓડિશન માટે પેરેન્ટ્સ પાસે પૈસા માગવાની તેમનામાં હિંમત નહોતી.આ કારણે તેમણે માતા પાસેથી પૈસાની ચોરી કરી લીધી હતી.ઈન્ડિયન થિયેટર, પંજાબ યુનિવર્સિટી,ચંદીગઢની જાહેરાતમાં પસંદગી પામનારા વિદ્યાર્થીને 200 રૂપિયા શિષ્યવૃત્તિ આપવાનું જણાવવામાં આવેલું હતું.જોકે કોઈક રીતે માતાને તેમની આ હરકતની જાણ થઈ ગઈ હતી અને તેમણે અનુપમ ખેરને જોરદાર થપ્પડ મારી દીધી હતી.એટલું જ નહીં,તે મામલે પોલીસને પણ સામેલ કરવામાં આવી હતી.

અનુપમ ખેરના માતાએ તે પૈસા મંદિરમાં રાખ્યા હતા અને ઓડિશન બાદ તેઓ ઘરે પરત આવ્યા તો જોયું કે,તેમના પેરેન્ટ્સે પોલીસને બોલાવી છે.તેમના માતાએ તેમને ત્યાંથી પૈસા લીધા તેવો સવાલ કર્યો હતો પરંતુ અનુપમ ખેરે ના પાડી દીધી હતી.એક સપ્તાહ બાજ પિતાએ તેમને તેઓ ચોરી થઈ તે દિવસે ક્યાં ગયા હતા તેવો સવાલ કર્યો હતો અને અનુપમ ખેરે બધી સચ્ચાઈ જણાવી દીધી હતી.તે સાંભળીને માતાએ તેમને જોરદાર થપ્પડ મારી દીધી હતી.જોકે તે સમયે પિતાએ માતાને કહ્યું હતું કે,ચિંતા ન કરીશ,તેને 200 રૂપિયાની સ્કોલરશિપ મળી રહી છે તેમાંથી 100 રૂપિયા તે પાછા આપી દેશે.આ રીતે તેમને પોતાના એડમિશન અંગે જાણ થઈ હતી.

Share Now