ભારતે યુક્રેન યુદ્ધમાં રશિયાને ખુલ્લું સમર્થન આપ્યાનું ચીને જુઠ્ઠાણું ફેલાવ્યું

326

– ભારત-ચીન વચ્ચે શુક્રવારે 15મા તબક્કાની સૈન્ય વાટાઘાટો ભારતે કુતુબ મીનારને રશીયન ધ્વજથી રંગ્યોનો ગ્લોબલ ટાઈમ્સનો દાવો પીઆઈબીએ ફગાવ્યો

નવી દિલ્હી : ભારત અને ચીનના સૈન્ય વચ્ચે પૂર્વીય લદ્દાખમાં સંઘર્ષપૂર્ણ વિસ્તારોમાંથી સૈનિકોને પાછા ખેંચવા મુદ્દે શુક્રવારે 15મા તબક્કાની ઊચ્ચ સ્તરીય લશ્કરી વાટાઘાટો યોજાશે.જોકે,આ બેઠક પહેલાં જ ચીને પોતાનું પોત પ્રકાશતાં યુક્રેન યુદ્ધમાં ભારતે રશિયાનું ખુલ્લું સમર્થન કર્યું હોવાનું જુઠ્ઠાણું ફેલાવ્યું હતું.પરંતુ ભારતે ચીની મીડિયાના આ દાવાઓની પોલ ખોલી નાંખી હતી.

ભારત અને ચીન વચ્ચે લગભગ બે વર્ષથી પૂર્વીય લદ્દાખમાં સર્જાયેલી તણાવપૂર્ણ સિૃથતિ દૂર કરવા માટે અત્યાર સુધીમાં લદ્દાખના ચુશુલ મોલ્ડો ખાતે 14 તબક્કાની વાટાઘાટો થઈ ગઈ છે.છેલ્લી વાટાઘાટોમાં કોઈ સફળતા મળી નહોતી.

જોકે,તે અગાઉની બેઠકોને પગલે પેંગોંગ ત્સો સરોવરની ઉત્તર અને દક્ષિણે તથા ગલવાન અને ગોગરા હોટ સ્પ્રિંગ વિસ્તારોમાંથી બંને સૈન્યના સૈનિકોને પાછા ખેંચી લેવાયા છે.ભારતે પેટ્રોલિંગ પોઈન્ટ 15 (હોટ સ્પ્રિંગ્સ),દેપસાંગ બલ્ગ અને ડેમચોક જેવા સંઘર્ષપૂર્ણ વિસ્તારો પરથી સૈનિકોને પાછા ખેંચવા અંગે ચર્ચા કરી છે.

વર્ષ 220ની 5મી મેથી ભારત અને ચીન વચ્ચે સૈન્ય સંઘર્ષ વધતાં હાલ સંવેદનશીલ સેક્ટરમાં વાસ્તવિક અંકુશ રેખા નજીક બંને દેશોએ 50,000થી 60,000 સૈનિકો નિયુક્ત કર્યા છે.જોકે,ભારત અને ચીનના સૈન્ય વચ્ચે તણાવપૂર્ણ સિૃથતિ ઘટાડવા માટે શુક્રવારે સૈન્ય વાટાઘાટો યોજાશે. ભારત સાથે વાટાઘાટોના ચીનના નાટક વચ્ચે ચીની મીડિયાની વધુ એક અવળચંડાઈ ખુલ્લી પડી છે.

રશિયા અને યુક્રેન યુદ્ધને પગલે સમગ્ર દુનિયા જાણે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે ત્યારે ચીને આ મુદ્દે ભારતને બદનામ કરવા જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો,પરંતુ ભારત સરકારે તેની પોલ ખોલી નાંખી હતી.ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના વલણ અંગે મોટો દાવો કરતાં કહ્યું કે ભારત ખૂલ્લેઆમ રશિયાના સમર્થનમાં આગળ આવ્યું છે.

તેના આ દાવાને ટેકો આપતાં ગ્લોબલ ટાઈમ્સે દિલ્હી સિૃથત કુતુબ મીનારનો એક ફોટો શૅર કર્યો.તેમાં કુતુબ મીનારને રેડ,બ્લૂ અને વ્હાઈટ રંગના પ્રકાશમાં રંગાયેલો દર્શાવાયો હતો.ગ્લોબલ ટાઈમ્સે લખ્યું,નવી દિલ્હીમાં હાલમાં એક ઐતિહાસિક ઈમારત કુતુબ મીનારને ભારતે રશિયન ધ્વજથી પ્રકાશિત કરીને રશિયાનું સમર્થન કર્યું છે.

જોકે,પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે તુરંત ગ્લોબલ ટાઈમ્સના દાવાઓને ખોટા ઠેરવતાં જણાવ્યું કે કુતુબ મીનારનો આ ફોટો જન ઔષિધ દિવસની ઊજવણીનો છે.વડાપ્રધાન ભારતીય જન ઔષિધ પરિયોજનાના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરેલી ઓરિજિનલ ટ્વીટ પણ શૅર કરી,જેમાં લખ્યું હતું કે 5થી 7 માર્ચ 2022 સુધી કુતુબ મીનારને આઝાદીના અમૃત મહોત્સવ અને જન ઔષિધની થીમ પર પ્રકાશિત કરાયો છે.

Share Now